શોધખોળ કરો
કોરોનાના કેસો વધતા રૂપાણી સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય, શું મોકૂફ રાખવાની કરી જાહેરાત?
આગામી 22મી નવેમ્બરથી શરૂ થતી જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. નોંધનીય છે કે, 22, 24, 26, 28 & 29 પરીક્ષા લેવાવાની હતી. જીપીએસસી દ્રારા લેવાનાર મેડીકલ ટીચર્સની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોના સંક્રમણ વધતાં રૂપાણી સરકાર ફરી એકવાર હરકતમાં આવી ગઈ છે. તેમજ કોરોનાને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે રૂપાણી સરકારે વધુ એક નિર્ણય લીધો છે. આગામી 22મી નવેમ્બરથી શરૂ થતી જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. નોંધનીય છે કે, 22, 24, 26, 28 & 29 પરીક્ષા લેવાવાની હતી. જીપીએસસી દ્રારા લેવાનાર મેડીકલ ટીચર્સની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, રૂપાણી સરકારે ગુજરાતમાં આગામી 23મી નવેમ્બરથી સ્કૂલ-કોલેજો શરૂ કરવાનો નર્ણય પણ મોકૂફ રાખ્યો છે. એટલું જ નહીં, આ પ્રયાસોના ભાગરૂપે અમદાવાદમાં આજે રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ સમયે અમદાવાદમાં એસટી બસોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં, સિટી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
વધુ વાંચો





















