શોધખોળ કરો
Advertisement
બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિની SIT કરશે તપાસ, 10 દિવસમાં સોંપશે રિપોર્ટ
જ્યાં સુધી એસઆઇટી રિપોર્ટ નહી આવે ત્યાં સુધી પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં નહી આવે.
ગાંધીનગરઃ બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ માટે રૂપાણી સરકારે એસઆઇટીની રચના કરી હતી. આ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓની મહેનત એળે નહી જાય. પરીક્ષા દરમિયાન જે ઘટના બની છે તેની તપાસ ચાલુ છે. તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવશે. તે સિવાય જ્યાં સુધી એસઆઇટી રિપોર્ટ નહી આવે ત્યાં સુધી પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં નહી આવે. જાડેજાએ કહ્યું હતું કે બીજી તરફ પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે અડગ રહીને આંદોલન ચાલુ રાખ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે, પરીક્ષાર્થીઓની મહેનત એળે નહી જાય. પરીક્ષા દરમિયાન જે ઘટના બની છે તેની તપાસ ચાલુ છે. તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવશે. જાડેજાએ કહ્યું હતું કે સીટના ચેરમને તરીકે અગ્રસચિવ કમલ દાયાણીની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાયમાં સીટમાં ગાંધીનગરના રેન્જ આઈજી મયુરસિંહ ચાવડા, મનોજ શશીધરન (એડિશનલ ડીજીપી- સીઆઈડી) અને જીએડીના અધિક સચિવ જ્વલંત ત્રિવેદી (સભ્ય સચિવ)નો સમાવેશ કરાયો છે.
સીટની રચનાને લઇને પરીક્ષાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખીને સરકારે સીટમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના એક પણ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે વિદ્યાર્થી આગેવાનો સાથે આવતી કાલે બેઠક કરાશે. પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ગાંધીનગરમાં રહેવા માટે લાઈબ્રેરીની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement