શોધખોળ કરો
ધો. 12 કોમર્સ અને ધો. 10ની પૂરક પરીક્ષાનું પરિણામ થયું જાહેર, જાણો કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ
પરિણામને બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું નથી. પાસ થયેલા વિદ્યાર્થીઓ પરિણામ અને પ્રમાણપત્ર તા.૩૦/૦૭/૨૦૧૯ બાદ પોતાની શાળામાંથી મેળવી શકશે.
અમદાવાદ: ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ બે દિવસ પહેલા જાહેર થયા બાદ આજે ધોરણ 12 કોમર્સ અને ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામને બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું નથી. પાસ થયેલા વિદ્યાર્થીઓ પરિણામ અને પ્રમાણપત્ર તા.૩૦/૦૭/૨૦૧૯ બાદ પોતાની શાળામાંથી મેળવી શકશે.
ધો. 10ની પૂરક પરીક્ષા માટે 75,362 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 64,814 ઉમેદવારો હાજર રહ્યા હતા. તે પૈકી 6063 ઉમેદવારો પાસ થતાં પરીક્ષાનું પરિણામ 9.4% જાહેર થયું હતું. વિદ્યાર્થીઓનું પરિણામ 8.99% અને વિદ્યાર્થીનીઓનું પરિણામ 10.06% આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 8.82 ટકા અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 17.75% જાહેર થયું હતું.
ધો.12 કોમર્સની પૂરક પરીક્ષા માટે કુલ 1,02,616 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 80,399 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. તેમાંથી 45,470 પરીક્ષાર્થીઓ પાસ થતાં પૂરક પરીક્ષાનું પરિણામ 56.56 ટકા જાહેર થયું હતું.
ભારે વરસાદથી રોહિશાળાથી બોટાદ અને ગઢડા જવાના રોડના થઈ ગયા બે ભાગ, જુઓ તસવીરો
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કોહલીને કેમ આરામ ન અપાયો ? કારણ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement