Gandhinagar Crime News: ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં મધરાતે બની ખૂનની ઘટના, જાહેરમાં છરાનાં ઘા મારી યુવકને રહેંસી નાંખ્યો
Gandhinagar News: પોલીસે આરોપી રાકેશ સોલંકીની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી. હાલ મૃતકનું પીએમ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથધરી છે.
Crime News: ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં મધરાતે ખૂનની ઘટના બની હતી. GEB નજીક આવેલી ડમ્પીંગ સાઈટ પાસે રાત્રે ઝઘડો થયો હતો. ઝઘડામાં ઈજાગ્રસ્ત થયેલાને રાત્રે સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયો હતો. ઇજાગ્રસ્તને બીજા પક્ષના વ્યક્તિએ સિવિલમાં જઈને જાહેરમાં છરાનાં ઘા માર્યા હતા અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૃતકનું નામ સાવન કિશન માજીરણા હોવાનું સામે આવ્યું છે. રાકેશ ગોવિંદ સોલંકી નામના ઈસમે છરીના ઘા મારી હુમલો કર્યો હતો. રાકેશના પિતા ગોવિંદભાઈ પર સાવને તલવારથી હુમલો કર્યાનું સંભાળી પુત્રે સિવિલ પહોંચી ઇજાગ્રસ્ત પર હુમલો કર્યો હતો. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ પાસે ખૂની ખેલ ખેલાયો હતો. પોલીસે આરોપી રાકેશ સોલંકીની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી. હાલ મૃતકનું પીએમ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથધરી છે.
ઉંઝાના પ્રતાપગઢ ગામે રહેતી એક પરિણીતાને એક યુવાન ફોન પર હેરાન કરતો હતો. ફોન પર અવાર નવાર હેરાન કરતા પરિણીતાએ સમાજમાં બદનામીના ડરથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી. યુવતીની સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે સંબંધ રાખવા માટે સતત દબાણ કરવામાં આવતા યુવતીએ આત્મહત્યા કરી હતી. પરિણીતાને હેરાન કરનાર ફેનીલ નામનાં યુવાન સામે ઉનાવા પોલીસે ગુનો નોંધી તપાસ શરી કરી છે.
આ યુવતીએ તેની સ્યુસાઇડ નોટમાં લખ્યું કે તેને એક વ્યક્તિ અને તેના વિવિધ કુટુંબીજનો યુવતી પર સંબંધ રાખવા દબાણ કરતા હતા અને યુવતીની જરા પણ ઇચ્છા ન હતી. યુવતીએ નંબર બ્લોક કર્યા પછી પણ બીજા નંબરથી કોલ કરીને ત્રાસ આપતા હતા. આના પગલે તે વ્યક્તિ અને તેના કુટુંબીઓ સામે આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ઉનાવા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાયો છે. ઉનાવા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીનો મોબાઇલ ફોન અને તેણે જેની સામે ફરિયાદ નોંધાવી છે તે તમામના મોબાઇલ ફોન કબ્જે લીધા છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ પુરી થયા બાદ બહાર પતિ,પત્ની ઓર વોહના કિસ્સાને કારણે પ્રેક્ષકોને ફરીથી ફિલ્મી દ્શ્યો જોવા મળ્યા હતા. નડિયાદમાં રહેતી અને ખાનગી ઓફિસમાં નોકરી કરતી પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,પાંચવર્ષ પહેલાં મારા લગ્ન તુષાર સાથે થયા હતા અને અમને એક સંતાન પણ છે.પતિ કોઇ કામ ધંધો નહિં કરતો હોવાથી હું તેમને નોકરી કરવા માટે કહેતી હતી.જેથી તેઓ મારા પર વહેમ રાખી ઝઘડા કરતા હતા.જેથી હું કંટાળીને ભાડાના મકાનમાં રહેવા ગઇ હતી. પરિણીતાએ આક્ષેપ કર્યો છેકે,મારા પતિ છૂટાછેડા લેવા માટે રૃપિયાની માંગણી કરતા હતા અને બાળકને પણ લઇ જવા માંગતા હતા.જેથી મેં તેમને બાળક આપી દીધું હતું અને હું એકલી રહેતી હતી.