શોધખોળ કરો

2022ની ચૂંટણીમાં કોગ્રેસની કારમી હાર પર સૌથી મોટો ખુલાસો, કૉંગ્રેસના નેતાઓએ કેટલી બેઠકો પર ટિકિટો વેચી હોવાનો રિપોર્ટમાં પર્દાફાશ

રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે કોંગ્રેસ હાઈ કમાન્ડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હતો.

ગાંધીનગરઃ વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની હારને લઈ abp અસ્મિતા પર સૌથી મોટો ખુલાસો થયો હતો.  પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટ વેચી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો. કોંગ્રેસની ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ હાઈકમાન્ડને રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે કોંગ્રેસ હાઈ કમાન્ડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 ઉમેદવાર પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો હતો. એટલું જ નહીં દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારોને પ્રદેશના કેટલાક નેતાઓએ બદલી નાખ્યાં હતા. સાથે જ કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાના હાઈકમાન્ડને ઓવરટેક કરી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. નોંધનીય છે કે  2022ની વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ માત્ર 17 બેઠક પર સમેટાઈ ગઈ હતી.

ગુજરાત વિધાનસભાની 2022માં યોજાયેલી ચૂંટણીમાં કોગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના હાઈકમાન્ડે હારના કારણો જાણવા ફેકટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ કોંગ્રેસ માટે આઘાતજનક છે. કમિટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી હાર એ માત્ર હાર નથી પરંતુ ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવાનું ષડયંત્ર છે. દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારો પૈકીના 35 ઉમેદવારો ગુજરાતના નેતાઓએ બદલ્યા હતા અને આ 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટ આપી હોવાનો ઉલ્લેખ પણ કોંગ્રેસની ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ સોંપેલા રિપોર્ટમાં છે. આ ઉપરાંત રિપોર્ટની અંદર અનેક ચોકાવનારી બાબતોનો ઉલ્લેખ છે.

વિધાનસભા ચૂંટણી મળેલી કારમી હારના કારણો જાણવા માટે કોગ્રેસના હાઇકમાન્ડે 4 જાન્યુઆરી 2023ના રોજ 3 સભ્યોની ફેકટ ફાઈન્ડિંગ કમિટી બનાવી હતી. જેમાં નીતિન રાઉત કમિટીના ચેરમેન હતા. શકીલ અહેમદ ખાન અને સપ્તગીરી શંકર ઉલકા સમિતિના સભ્ય હતા. ગુજરાતના તમામ ઝોનમાં ફરીને કારણો જાણ્યા હતા અને કમિટીની ભલામણ સાથેનો રિપોર્ટ કોંગ્રેસ હાઈ કમાંડને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, કેટલાક લોકો દ્વારા ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ કરવા માટેનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને તેના જ કારણે આટલું ખરાબ પરિણામ ગુજરાતમાં કોંગ્રેસને મળ્યું છે.  ઉપરાંત આર્થિક વ્યવહાર કરીને ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબત અંગે જો ભૂતકાળમાં જોઈએ તો ચૂંટણી સમયે રૂપિયા લઇને ટિકિટો આપવામાં આવી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર પર પણ આવો જ આરોપ લગાવ્યો હતો. ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપેલા રિપોર્ટમાં આર્થિક વ્યવહાર અને ટિકિટોની ફાળવણી અંગેનો ઉલ્લેખ કર્યો છે.

સૂત્રોએ કરેલા દાવા મુજબ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ હાઈકમાંડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હતો. કોંગ્રેસની ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ હાઈકમાન્ડને સોંપેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો પરની ટિકિટો વેચી હતી. વિધાનસભા 2022ની ચૂંટણીમાં 35 બેઠકો નેતાઓએ ઉમેદવારોને વેચી હતી. 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હતી. દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારો ગુજરાતના કેટલાક નેતાઓએ બદલી નાખ્યાં હતાં.

ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં એવું તારણ પણ આપ્યું છે કે, ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવી છે..તેમજ ટિકિટ વહેંચણીમાં સામાજિક અને ભૌગોલિક સમીકરણનો અભાવ હતો. આ બાબતના ઉદાહરણ તરીકે અમદાવાદ શહેરની વટવા બેઠક ઉપર જે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હતા તે ઉમેદવાર હકીકતે અમદાવાદ ગ્રામ્યના હતા. આમ છતાં તેને શહેરની બેઠક પર મેન્ડેટ આપવામાં આવ્યો હતો. આ બાબતે પણ ચૂંટણી સમયે અનેક લોકોએ વિરોધ કર્યો હતો અને પ્રદેશ કાર્યાલય ખાતે ઉમેદવાર બદલવાની માંગણી સાથે દેખાવો પણ કર્યા હતા. ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને પ્રભારી બદલવાની પણ ભલામણ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Embed widget