શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં દુકાનો-હોટલો-રેસ્ટોરન્ટ્સને રાત્રે કેટલા વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મળી છૂટ ? જાણો ક્યા સમયે નાઈટ કરફ્યુનો અમલ ?
અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ અને બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગરઃ નરેન્દ્ર મોદી સરકારે લોકડાઉન હટાવવા અંગે મહત્વની જાહેરાત કરી છે અને સોમવારથી જ દેશભરમાં અનલોકનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે આ માટે વિશેષ ગાઇડલાઇન બહાર પાડી છે ત્યારે ગુજરાત સરકારે પણ અનલોક-2 દરમિયાન રાજ્યમાં કેટલીક મોટી છૂટછાટો જાહેર કરી છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ અને બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે.
આ ઉપરાંત એક દુકાને પાંચથી વધુ લોકોને ઉભા રહેવાની છૂટ આપવામાં આવી છે પણ માસ્ક પહેરવા સહિતના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત 31 જુલાઇ સુધી સ્કૂલ-કોલેજોને બંધ રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement