શોધખોળ કરો

Gandhinagar: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ,અનેક ઉદ્યોગપતિ આપશે હાજરી

ગાંધીનગર: કર્ટેન રેઈઝરમાં ગુજરાત રાજ્યના  નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ,  ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત,  ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને માનનીય ઉદ્યોગ (MSME, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન) રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.

ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ને 20 વર્ષ પૂર્ણ થયા છે. VGGS ની 10મી આવૃત્તિ ગુજરાતની ‘મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ થી ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ (‘રોકાણો માટે સૌથી વધુ પસંદગીના સ્થળ’થી ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’) સુધીની સફર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જે ‘ન્યૂ ઇન્ડિયા’ના વિઝનને આકાર આપશે.  ‘સફળતાની સમિટ’ તરીકે વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણી પછી ગુજરાતના  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 6 ઓક્ટોબર, 2023ના રોજ નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કર્ટેન રેઈઝરમાં ગુજરાત રાજ્યના  નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ,  ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત,  ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને માનનીય ઉદ્યોગ (MSME, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન) રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ બે ભાગમાં યોજાશે: 
(1) કર્ટેન રેઇઝર ઇન્ટરેક્ટિવ સેશન (વાર્તાલાપ સત્ર) અને (2) મિશનના વડાઓ સાથે ઇન્ટરેક્શન એટલે કે વાર્તાલાપ. આ સત્રમાં વેલસ્પનના ચેરમેન  બી.કે. ગોએન્કા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવશે, ત્યારબાદ ઓડિયો-વિડિયો ફિલ્મનું સ્ક્રીનિંગ બતાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સેક્રેટરી રાજેશ કુમાર સિંઘ દ્વારા સંબોધન પણ કરવામાં આવશે. 

આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં તેમના અનુભવો અંગે વાત કરશે. આ સાથે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવ  રાજ કુમાર અને ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  આ કાર્યક્રમમાં સંબોધન કરશે. સાંજે 'ઈન્ટરેક્શન વિથ હેડ ઓફ મિશન' એટલે કે મિશનના વડાઓ સાથે વાર્તાલાપ યોજાશે, જેમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર અને ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવશે.

દેશભરમાં અને વિશ્વમાં એક વાતાવરણ ઊભું કરશે

ઉલ્લેખનીય છે કે આ કર્ટેન રેઇઝર કાર્યક્રમ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણકે તે જાન્યુઆરી 2024માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશભરમાં અને વિશ્વમાં એક વાતાવરણ ઊભું કરશે અને વિવિધ દેશો તેમજ ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણીઓને ગુજરાતમાં ગાંધીનગર ખાતે આયોજિત થનારી આ સમિટમાં ઉચ્ચ સ્તરીય સહભાગિતા માટે આમંત્રિત કરશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget