શોધખોળ કરો

Vibrant Gujarat: વાઇબ્રન્ટના કારણે ગાંધીનગરની સરકારી કચેરીના સમયમાં ફેરફાર, સવારે 10:30ના બદલે બપોરે 12 વાગે ખુલશે

ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 શરૂ થઇ રહી છે, આ સમિટને ધ્યાનમાં રાખીને આખા ગાંધીનગરને લોખંડી સુરક્ષામાં ફેરવી દેવામાં આવ્યુ છે

10th Vibrant Gujarat Summit 2024: ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 શરૂ થઇ રહી છે, આ સમિટને ધ્યાનમાં રાખીને આખા ગાંધીનગરને લોખંડી સુરક્ષામાં ફેરવી દેવામાં આવ્યુ છે. ઠેર ઠેર ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે, હાલમાં મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને હવે સરકારી કચેરીઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓ આ દરમિયાન બપોરે 12 વાગ્યાથી ખુલશે. 

7 હજાર જેટલા પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત રહેશે, આ ઉપરાંત સમિટનું સુપરવિઝન ડ્રૉન મારફતે કરવામાં આવશે. 

મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે, સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગકારો અને સાહસિકોનો જમાવડો થવાનો છે, આ દરમિયાન શહેરમાં કોઇ અડચણ ઉભી ના થાય તે માટે વ્યવસ્થાના ભાગરૂપે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગાંધીનગરમાં સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કચેરીઓ બપોરે 12 કલાકે ખુલશે. ગાંધીનગરની તમામ સરકારી કચેરીનો સમય મોડો કરવામાં આવ્યો છે. વાયબ્રન્ટ સમિટના ઉદઘાટનમાં મહાનુભાવોના આગમન માટે કેટલાક રૉડને બંધ પણ કરાયા છે. ટ્રાફિક ડાઇવર્સનના કારણે સરકારી કચેરીઓનો સમય 10:30ના બદલે 12 કલાકનો કરાયો છે. આગામી 10મી જાન્યુઆરી એક જ દિવસ કચેરીનો સમય 12 કલાકનો રહેશે. 

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં લોખંડી બંદોબસ્ત, 7000 જવાનો તૈનાત રહેશે, 6 લેયરમાં ગોઠવાશે બંદોબસ્ત
હાલમાં મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને 7 હજાર જેટલા પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત રહેશે, આ ઉપરાંત સમિટનું સુપરવિઝન ડ્રૉન મારફતે કરવામાં આવશે. તાજા માહિતી અનુસાર, આગામી 10મી જન્યુઆરીથી 12 સુધી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 યોજાશે. આ સમિટને લઇને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઠેક ઠેકાણે સુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 7 હજારથી પણ વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. વડાપ્રધાન અને અન્ય દેશના વડા જે સ્થળે જવાના છે, ત્યાં એન્ટી ડ્રૉન સિસ્ટમ કાર્યરત રહેશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બંદોબસ્તમાં ADGP રેન્કના એક અધિકારી સુપરવિઝન કરશે, આમાં 6 આઇજી - ડીઆઈજી બંદોબસ્તનો મોરચો સંભાળશે. 21 એસપી વાઇબ્રન્ટના બંદોબસ્તમાં ફરજ નિભાવશે. ડીવાયએસપી અને પીઆઈ સહિત 7000 જવાનો તૈનાત રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે 6 લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર, હેલિપેડ, ગિફ્ટ સિટી સહિતની જગ્યાઓ પર પોલીસ ખડેપગે રહેશે.

વાયબ્રન્ટ સમિટને લઈ શું કહ્યું ઋષિકેશ પટેલે
ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટને લઈ કહ્યું, સમિટમાં 25 દેશ જોડાશે.72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ સામેલ થશે. સરકારે 11 દેશમાં રોડ-શો કર્યા છે. વાયબ્રન્ટ સમિટમાં 25 દેશ પાર્ટનર તરીકે જોડાશે.

એમઓયુથી 12 લાખ લોકોને રોજગારી મળશે
આ ઉપરાંત તેમણે કહ્યું MOU પ્લસની નીતિ લાવ્યા છીએ. 1 લાખ 56 હજાર કરોડના આજે 147 MOU થયા છે. કુલ 2747 MOUમાં 3.37 લાખ કરોડના MOU થયા છે. 12 લાખથી પણ વધુને રોજગારી મળે તેવા MOU થયા છે. ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્વિઝમાં વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. તાલુકા અને જિલ્લા લેવલે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા, કોલેજ અને અન્ય નાગરિકો ક્વિઝમાં ભાગ લઈ શકશે. ક્વિઝ સરકાર સાથે જોડાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બનશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget