શોધખોળ કરો

Gujarat Politics: ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું, સૌથી મોટા સમાચાર

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આપ્યું રાજીનામું. તેમણે રાજીનામું આપ્યાની પત્રકાર પરીષદમાં જાણકારી આપી હતી. તેમજ તેમણે તમામ લોકોનો આભાર માન્યો હતો.

ગાંધીનગરઃ  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. 

તેમણે જણાવ્યું હતું કે, હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.  

તેમની સાથે નાયબ મુખઅયમંત્રી નીતિન પટેલ સહિત સિનિયર મંત્રીઓ હાજર છે. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી. ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી. બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત પહોંચ્યા છે. 

 ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને તેમણે જણાવ્યું હતું કે, મોવડી મંડળ નક્કી કરશે.

એબીપી અસ્મિતાને મળેલી જાણકારી પ્રમાણે, ગુજરાતના નવા મુખ્યમંત્રી પાટીદાર નેતા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા બની શકે છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં અકીલના તંત્રી કિરીટ ગણાત્રાએ દાવો કર્યો હતો કે, આગામી મુખ્યમંત્રી કોઈ પાટીદાર જ હશે. તેમણે ગુજરાતના નવા મુખ્યમંત્રી ગોરધન ઝડફિયા બની શકે છે, તેવો દાવો કર્યો હતો. એટલું જ નહીં, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નામ ફણ ચાલી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Tv પર વાપસી કરવા જઈ રહ્યો છે અક્ષય કુમાર, 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'માં જોવા મળશે, જાણો કેવો હશે ગેમ શો?
Tv પર વાપસી કરવા જઈ રહ્યો છે અક્ષય કુમાર, 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'માં જોવા મળશે, જાણો કેવો હશે ગેમ શો?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Embed widget