શોધખોળ કરો

AAPના ઈસુદાન ગઢવીના જામીન ક્યા નેતા બન્યા ? પોલીસે વાંધો લેતાં કોને બીજા જામીન તરીકે કરાયેલા હાજર ?

દારૂ પીધા અંગેની નોંધાયેલી ફરિયાદમાં સોમવારે ઈશુદાન ગઢવી પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસે ઈસુદાન ગઢવીને જામીન આપીને મુક્ત કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં ઈસુદાન ના જામીન કોણ બને એ મુદ્દે માથાકૂટ થઈ હતી. 

ગાંધીનગરઃ ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ મથકમાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ઈસુદાન ગઢવી સામે દારૂ પીધા અંગેની નોંધાયેલી ફરિયાદમાં સોમવારે ઈશુદાન ગઢવી પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસે ઈસુદાન ગઢવીને જામીન આપીને મુક્ત કર્યા હતા.

પોલીસ સ્ટેશનમાં ઈસુદાન ગઢવીના જામીન કોણ બને એ મુદ્દે માથાકૂટ થઈ હતી. આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાને ઈસુદાન ગઢવીના જામીન બનાવવા હાજર રાખ્યા હતા પણ પોલીસે વાંધો લઈને મનોજ સોરઠીયાને જામીન બનાવવા સામે વાંધો લીધો હતો. સોરઠીયા સુરતના હોવાથી તેમના બદલે સ્થાનિક વ્યક્તિને જામીન તરીકે રજૂ કરવા માટે પોલીસે ઈસુદાનને કહ્યું હતું.

પોલીસના વાંધાના કારણે આમ આદમી પાર્ટી (આપ)માં દોડધામ મચી ગઈ હતી. આપ દ્વારા પેથાપુરના કિશનભાઇને જામીન તરીકે લઈ અવાયા હતા પણ સોરઠીયાને જ જામીન બનાવવાનો આગ્રહ રાખીને કાયદો બતાવાતાં અંતે પોલીસે સોરઠીયાને જામીન તરીકે માન્ય રાખીને ઈસુદાનના જામીન મંજૂર કર્યા હતા. પોલીસે જામીનમાં શરત રાખી છે કે, કોર્ટમાં જ્યારે પણ તારીખ પડે ત્યારે હાજર રહેવું પડશે.

થોડા દિવસ પહેલાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે આપના નેતાઓ પેપર લીકકાંડ મુદ્દે વિરોધ કરવા પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપ અને આપના કાર્યકરો અને નેતાઓ વચ્ચે ઘર્ષણ થયા બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. ઈસુદાન સામે દારૂ પીને છેડતીનો આક્ષેપ થતાં ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ઈસુદાન સોમવારે બપોરે 2 વગ્યના અરસામાં ઈન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થયા હતા સવા બે કલાકની પ્રક્રિયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.  બાદમાં ગણતરીની મિનિટોમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા

જામીન પર મુક્ત થયા બાદ ગઢવીએ જણાવ્યું હતું કે, પોલીસે મને દારૂ પીવા અંગેનો સવાલ કર્યો હતો જેના જવાબમાં મેં નિવેદન આપ્યું છે કે, હું ક્યારેય દારૂ પીતો નથી. રિપોર્ટમાં આલ્કોહોલની માત્રા દર્શાવવામાં આવી છે તે માત્રા અંગે ક્યારેય કોઈની સામે કોઈ ફરિયાદ થઈ નથી એ જોતાં મારી સામેની ફરિયાદ કોર્ટમાં ટકી શકે તેમ નથી.... કોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. પેપર લીકકાંડ અંગે અમારી લડત ચાલુ જ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

ABP Premium

વિડિઓઝ

Bhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસોBotad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવીTobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારોNavsari News : નવસારીમાં જનતાના પૈસાનો ધુમાડો!, રીંગરોડની અધુરી કામગીરીથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Embed widget