શોધખોળ કરો

Gorakhpur News:બહેનની વિદાય બાદ ભાઇની ઉઠી અર્થી, લગ્ન વિધિ દરમિયાન જ ભાઇનું થયું મોત

અનીશના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા, અનીશ ગામમાં રહીને પશુપાલન અને દૂધ વેચવાનું કામ કરતો હતો. પુત્રના મૃત્યુથી ઘરમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

ગોરખપુર:અનીશના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા,  અનીશ ગામમાં રહીને પશુપાલન અને દૂધ વેચવાનું કામ કરતો હતો. પુત્રના મૃત્યુથી ઘરમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

ગોરખપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ગાગાહા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલકુર ગામમાં મંગલ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો. એક તરફ બહેન આંગણામાં લગ્નના ફેરા લઈ રહી હતી તો બીજી બાજુ વીજ કરંટથી ભાઈનું મૃત્યુ થયું. આ સ્થિતિમાં ભારે હૈયે આંસુ સાથે લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવી અને બહેનની વિદાય બાદ તેના ભાઇને વિલાપ સાથે ચીર વિદાય અપાઇ.

જણાકારી મુજબ ગોરખપુરના બેલકુર ગામના જંગ્ગી લાલની દીકરી કિરણના લગ્ન હતા. જો કે રવિવારે એક એવી દુર્ઘટના ઘટી કે, ખુશીનો પ્રસંગ માતમમાં ફરેવાઇ ગયો. લગ્નની વિધિ ચાલી રહી હતી અને અચાનક લાઇટ જતાં દુલ્હનનો ભાઇ જનરેટરના તાર જોડવા ગયો અને કરંટ લાગતા ભાઇનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થઇ ગયું  

અનીશના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા. તેમને કોઇ સંતાન નથી.અનીશ પુશપાલન કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ચાલુ પ્રસંગે આ દુર્ઘટના બનતા પરિવારે દીકરીને સાસરે વિદાય કરી બાદ દીકરાને અંતિમ વિદાય આપી.  એક દુર્ઘટનાના કારણે ખુશીના પ્રસંગમાં માતમ પ્રસરાઇ ગયું.

‘તું સારા કપડા પહેરીને કેમ ગામમાં ફરે છે’ એમ કહી દલિત યુવક પર સાત લોકોએ કર્યો હુમલો

બનાસકાંઠાના પાલનપુરમાં મોટા ગામે દલિત યુવકને માર મારવાની ઘટના બની હતી. આ મામલે સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, પાલનપુરના મોટા ગામે દલિત યુવકને કેટલાક યુવકોએ માર માર્યો હતો. ‘તું સારા કપડા પહેરીને કેમ ગામમાં ફરે છે’ તેમ કહીને દલિત યુવક પર કેટલાક શખ્સો તૂટી પડ્યા હતા. સાથે જ યુવકની માતા છોડાવવા પડતા તેને પણ માર મારવાનો આરોપ છે

બાદમાં યુવક અને તેની માતાને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. યુવકે મોટા ગામના 7 વ્યક્તિઓ સામે ગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી. પાલનપુરના મોટા ગામે ચશ્મા પહેરીને ઇન મારી ફરતા દલિત યુવકને લાકડી અને ધોકા વડે માર મરાયો હતો.

Gandhinagar: અંગદાન ક્ષેત્રે ગુજરાતે મેળવી ઐતિહાસિક સિદ્ધી, મે મહિનામાં 19 અંગદાન થયા, 58 લોકોને મળ્યું જીવનદાન

ગાંધીનગર: ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે અનોખી ઐતિહાસિક સિદ્ધી મેળવી છે. મે મહિનામાં ગુજરાતમાં 19 અંગદાન થયા જેણે 58 લોકોને નવજીવન બક્ષ્યું. ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી મોટુ અંગદાન છે.

આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. 

કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે તેમ મંત્રીએ ઉમેર્યું હતુ.એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની 34,લીવર 18,હ્રદય 3, ફેફસાની અને હાથની એક-એક જોડ અને નાના આંતરડાનો સમાવેશ થાય છે.  મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના SOTTO એકમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ મળેલ એવોર્ડ થકી રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં પ્રાણ ફુંક્યો છે.

રાજુલામાં ધસમસતા દરિયામાં ડૂબતા યુવકને બચાવવા ધારાસભ્ય હીરા સોલંકીએ લગાવી છલાંગ

રાજુલાના પટવા ગામમાં 4 યુવાનો દરિયામાં ડૂબ્યા હતા. જેનમાંથી 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી હતી. આ યુવાનના શોધવા ધારાસભ્ય હીરા સોલંકી પણ દરિયામાં પડ્યા હતા. કલાકોની મહેનત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget