શોધખોળ કરો
દાહોદઃ વેપારી જીપનો પાછળનો દરવાજો બંધ કરવા ગયો ને યુવક લાખ રૂપિયા ભરેલી બેગ લઈને થઈ ગયો ફરાર, જુઓ LIVE PHOTOS
જીપમાં ડોક્યું કરી તકનો લાભ લઇ યુવક ફરાર થઈ ગયો હતો. એક લાખ ઉપરાંતની ચોરી કરી યુવક ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીને આધારે કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદઃ શહેરમાં વેપારીની જીપમાં મુકેલી રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર થઈ ગયો છે. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. લીમખેડા બજારમાં એજેન્સીનો માલ સામાન મુકવા આવેલ વેપારીની રૂપિયા ભરેલી બેગ લઈ યુવક ફરાર થઈ જાય છે. વેપારી જીપનો પાછળનો દરવાજો બંધ કરવા જતાં આગળ મુકેલી રૂપિયાની બેગ ગઠિયો ફરાર થઈ ગયો હતો. જીપમાં ડોક્યું કરી તકનો લાભ લઇ યુવક ફરાર થઈ ગયો હતો. એક લાખ ઉપરાંતની ચોરી કરી યુવક ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીને આધારે કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વાંચો





















