શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં એક જ દિવસમાં 11 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું? જાણો વિગત
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સતત પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સતત પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરૂવાર સાંજથી લઈને શુક્રવારે સાંજ સુધીમાં વા 11 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સાબરકાંઠામા અત્યાર સુધી કોરોનાના 68 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 3 લોકોનાં મોત નિપજ્યાં છે.
ગુરૂવાર સાંજથી લઈને શુક્રવારે સાંજ સુધીમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર અને તલોદ તાલુકામાં બે-બે પોઝિટિવ કેસ સહિત 11 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ તમામ દર્દીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે જગ્યાના પોઝિટિવ કેસ નોંધાયા છે એ જગ્યાએ ચુસ્ત નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.
સાબરકાંઠાના ઈડર તાલુકાના વેરાબર ગામે 28 વર્ષિય યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો ત્યાર બાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.. આ ઉપરાંત ખેડબ્રહ્માના નાકા ગામે 52 વર્ષિય આધેડને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પ્રાંતિજમા તપોધન ફળીમાં 38 વર્ષીય મહિલાને કોરોના પોઝીટીવ કેસ નોંધાયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement