શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ જિલ્લાના 12 ગામને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા, જીવન જરૂરીયાત સિવાયની તમામ દુકાનો બંધ રહેશે

રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.   

અમરેલીના 12 ગામને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. અમરેલી શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ બેકાબૂ છે. એવામાં જિલ્લાના 12 ગામ મોટા આંકડીયા, વડેરા, વાંકીયા, વરૂડી, કોટડાપીઠા, હામાપુર, ધારી, ટીંબી, મોટી કુંકાવાવ, વડીયા, મતીરાળા, મોટા લીલીયા જેવા ગામમને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ ગામમાં જીવન જરૂરીયાત સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. તો ગામમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહત્વનું છે કે સોમવારે અમરેલી જિલ્લામાં 93 કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું.

ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.   

રાજ્યમાં ગઈકાલે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15  ટકા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 28,  રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 6,   જાનમગર કોર્પોરેશમાં 4, ભરૂચમાં 3, જામનગરમાં 3, મોરબીમાં 3, રાજકોટમાં 3, વડોદરામાં 3, બનાસકાંઠામાં 2, ભાવનગરમાં 2, છોટા ઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 2, સુરતમાં 2, અમરેલીમાં 1, આણદંમાં 1, અરવલ્લીમાં 1, ભાવનગર કોર્પોરેસમાં 1, બોટાદમાં 1, ગાંધીનગર કોર્પોરેશમાં 1, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1, સાબરકાંઠામાં 1 મળી કુલ 117 લોકોને કોરોના ભરખી ગયો હતો.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 4207,  સુરત કોર્પોરેશનમાં 1879, રાજકોટ  કોર્પોરેશનમાં 663, સુરત-484,  વડોદરા કોર્પોરેશનમાં 426, મહેસાણા 418, જામનગર કોર્પોરેશન-279, બનાસકાંઠામાં 195, વડોદરામાં 189, ભરૂચમાં 169, પાટણમાં 145, ગાંધીનગર કોર્પોરેશનમાં 138, ભાવનગર કોર્પોરેશનમાં 124, કચ્છમાં 124, જાનનગરમાં 110, તાપીમાં 109, દાહોદમાં 105, ગાંધીનગરમાં 101, આણંદમાં 99, રાજકોટમાં 98, સુરેન્દ્રનગરમાં 98, અમરેલી 93, સાબરકાંઠામાં 94, ભાવનગરમાં 91, ખેડામાં 91, નવસારીમાં 87, નર્મદામાં 84, મહિસાગરમાં 75, વલસાડમાં 71, પંચમહાલમાં 67, જૂનાગઢ કોર્પેોરેશમાં 61, જૂનાગઢ 59, બોટાદ 57, ગીર સોમનાથ 53, અરવલ્લીમાં 52, અમદાવાદમાં 51, મોરબીમાં 51, દેવભૂૂમિ દ્વારકામાં 38, પોરબંદરમાં 33, છોટા ઉદેપુરમાં 25, ડાગમાં 10 મળી કુલ 11,403  કેસ નોંધાયા હતા.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,04,39,204 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ
Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ
Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ
Mirzapur 3 OTT Release Date: ક્યારે રિલીઝ થશે મિર્ઝાપુર 3? મેકર્સના એક સંકેતે ફેન્સને વિચારવા કર્યા મજબૂર
Mirzapur 3 OTT Release Date: ક્યારે રિલીઝ થશે મિર્ઝાપુર 3? મેકર્સના એક સંકેતે ફેન્સને વિચારવા કર્યા મજબૂર
Gujarat weather: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી, અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat weather: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી, અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Post Office Scheme: મુશ્કેલ સમયમાં પરિવાર માટે 'સંકટમોચક' બને છે પોસ્ટ ઓફિસની આ સ્કિમ,જાણો
Post Office Scheme: મુશ્કેલ સમયમાં પરિવાર માટે 'સંકટમોચક' બને છે પોસ્ટ ઓફિસની આ સ્કિમ,જાણો
Ebrahim Raisi: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું, રિપોર્ટમાં દાવો
Ebrahim Raisi: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું, રિપોર્ટમાં દાવો
Embed widget