Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના 16 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 157 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 157 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,126 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 157 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 153 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,126 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10080 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 3, દાહોદ 3, , વડોદરા કોર્પોરેશનમાં 3, કચ્છ 2, સુરત કોર્પરેશન 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશન 1 અને સુરતમાં 1 કેસ નોંધાયા હતા. આજે 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાન પણ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજના દિવસમાં 5 લાખ 45 હજાર 164 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 4 કરોડ 45 લાખ 23 હજાર 577 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવાયો
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. હવે રાજ્યાના 8 મહાનગરોમાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ રહેશે. આ દરમિયાન લોકો રાત્રે 11થી સવારે 6 કલાક સુધી બિનજરૂરી બહાર નિકળી શકશે નહીં. આ આઠ મહાનગરોમાં માત્ર જન્માષ્ટમી એટલે કે 30 ઓગસ્ટ, સોમવારે એક દિવસ પૂરતો રાત્રી કર્ફ્યૂમાં વધારાની એક કલાકની છૂટછાટ રહેશે.
કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. આ શહેરોમાં રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે.
રાજ્યમાં તહેવારો આવી રહ્યાં છે. 30 ઓગસ્ટે જન્માષ્ટમી છે. તો 9 સપ્ટેમ્બરથી 19 ,સપ્ટેમ્બર રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ માટે પણ રાજ્ય સરકારે ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યરભમાં જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.