શોધખોળ કરો

હાર્ટ અટેકે વધુ 2 લોકોના દ્વારકા જિલ્લામાં જીવ લીધા, ખેતરમાં કામ કરતા ખેડૂત અચાનક ઢળી પડ્યાં

રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. જામનગરમાં એક યુવકનું નાની વયે હાર્ટ એટેકને કારણે મોત થયું છે તો જામખંભાળિયામાં પણ ખેતરમાં કામ કરતા ખેડૂતનું મોત થયું છે.

Heart Attack: કોરોના બાદ નાની વયે હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા સતત વધી રહ્યાં છે. માત્ર દ્રારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોએ હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી છે. ખંભાળિયામાં ઠાકર શેરડીના 42 વર્ષીય ખેડૂતનુ ખેતરમાં કામ કરતી વખતે અચાનક હાર્ટ અટેક આવતા તેમનું મોત થયું છે તો બીજી તરફ પ્રેમજીભાઈ કણજારીયાનું પણ  ખેતરમાં કામ કરતી વખતે જ અટેક આવતા મોત થયું છે. 

તો બીજી તરફ જામનગરના સેના નગરમાં રહેતા રવિ લુણા નામના યુવકને સામાન્ય તાવ અને શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. આ દરમિયાન છાતીમાં દુઃખાવો થતા યુવકનું મોત નિપજ્યું. આ તરફ બાબરા- અમરેલી હાઈવે પર રીક્ષા ડ્રાઈવિંગ દરમિયાન જ ચાલકને તિવ્ર હૃદયરોગનો હુમલો આવ્યો. જેમાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. તો રાજકોટમાં હાર્ટ અટેકના કારણે 32 વર્ષીય યુવકનું મોત થયું છે. જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 40 વર્ષીય ખેડૂતનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે. આ તરફ મહેસાણામાં 40 વર્ષીય હોમગાર્ડના જવાન પ્રહલાદ રાઠોડે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. ત્રણ દિવસ પહેલા ફરજ દરમિયાન હાર્ટ અટેક આવ્યો હતો.

રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. જામનગરમાં એક યુવકનું નાની વયે હાર્ટ એટેકને કારણે મોત થયું છે. શહેરમાં સેના નગરમાં રહેતા 24 વર્ષીય યુવાનનું હાર્ડ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિને એકાએક હૃદય બંધ થઈ જતા મૃત્યુ થયું. ગતરોજ યુવાનને સામાન્ય તાવ, શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ અટેક આવતા યુવાનનું મૃત્યુ થયું હતું. યુવાનનું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો છે.                     

રાજુલામાં હાર્ટ એટેકથી મોત

અમરેલી જિલ્લામાં નવરાત્રીના ખેલેયાઓ માટે સૌથી મોટા ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. રાજુલા શહેરમાં મોડી રાતે 23 વર્ષનાં યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે. નવરાત્રીમાં રામાપીરના આખ્યાન દરમ્યાન યુવકને હાર્ટએટેક આવતા મોડી રાતે દોડધામ મચી હતી. 23 વર્ષીય દિનેશ શિયાળને રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. અમરેલી જિલ્લામાં નવરાત્રી દરમ્યાન હાર્ટએટેકથી યુવકના મોતની પહેલી ઘટના સામે આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget