શોધખોળ કરો

Aravalli:  અણસોલ નજીક હોટલમાં બુકાનીધારીઓએ ફાયરિંગ કરી વાહનોમાં લગાવી આગ

અરવલ્લી જિલ્લામાં ફાયરીંગ બાદ  વાહનોમાં આગ ચાંપવાની ઘટના બની છે.  શામળાજીમાં અણસોલ પાસેની અંબર હોટલમાં કાર લઈ આવેલા બુકાનીધારી બે શખ્સે રોફ જમાવાનો પ્રયાસ કર્યો હતો.

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ફાયરીંગ બાદ  વાહનોમાં આગ ચાંપવાની ઘટના બની છે.  શામળાજીમાં અણસોલ પાસેની અંબર હોટલમાં કાર લઈ આવેલા બુકાનીધારી બે શખ્સે રોફ જમાવાનો પ્રયાસ કર્યો હતો.  કારમાંથી ઉતરી એક શખ્સે હવામાં અને હોટલમાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.  બાદમાં બે ગાડીમાં તોડફોડ કરી આગચાંપી હતી. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

Aravalli:  અણસોલ નજીક હોટલમાં બુકાનીધારીઓએ ફાયરિંગ કરી વાહનોમાં લગાવી આગ

શામળાજીના અણસોલ પાસેની અંબર હોટલમાં આ ઘટના બની હતી. કાર લઈને આવેલા બુકાની ધારી બે શખ્સે ફાયરીંગ કરી અન્ય એક યુવકે બે ગાડીમાં તોડફોડ કરી આગ ચાંપી હતી.

Aravalli:  અણસોલ નજીક હોટલમાં બુકાનીધારીઓએ ફાયરિંગ કરી વાહનોમાં લગાવી આગ

આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા, DYSP, LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.  આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે અજાણ્યા શખ્સો સામે તપાસ હાથ ધરી છે.  

Accident: રાજ્યમાં અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોના મોત, 10 ઘાયલ

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે બનેલી બે ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાજકોટ-અમદાવાદ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગુંદા ગામના પાટિયા પાસે મોટર સાયકલ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાયકલ સવાર પ્રકાશભાઈ નામના 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક યુવાન થોરાળા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. કુવાડવા પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર-એસટી વચ્ચે અકસ્માત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. કસ્માત ની જાણ થતાં જ 108ની નડીયાદ, આણંદ, ઉત્તરસંડાની પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને સારવાર શરૂ કરી હતી. એસયુવી કાર અચાનક રોંગ સાઇડ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોનેને સારવાર માટે નડીયાદ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. 

જામનગરમાં ટ્રક અડફેટે બાઇક સવાર બે લોકોનાં મોત

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટમાં લઈ લેતાં બાઈક ચાલક યુવાનનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તરુણને પણ ગંભીર ઇજા થયા પછી જી.જી. હોસ્પિટલમાં તેણે સારવાર દરમિયાન દમ તોડયો હતો. જામનગર તાલુકાના મૂળ સૂર્યપરા ગામનો વતની અને હાલ જામનગરમાં મયુર ટાઉનશીપની પાછળ ખોડીયાર નગરમાં રહેતો પિયુષ જમનભાઈ મૂંગરા નામનો 33 વર્ષનો યુવાન પોતાના બાઈકમાં પ્રિન્સ અશ્વિનભાઈ નામના 16 વર્ષના તરુણને પાછળ બેસાડીને લાલપુર બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકના ચાલક પિયુષ જમનભાઈ મુંગરાનું સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા પ્રિન્સને પણ ગંભીર ઇજા થઈ હતી અને 108  એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતમાં એક સાથે બંનેના મૃત્યુને લઈને ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Embed widget