રાજ્યના આ 22 જિલ્લામાંથી આવ્યા રાહતના સમાચાર, એક દિવસમાં 10થી પણ ઓછા કેસ નોંધાયા
રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 544 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 11 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9976 પર પહોચ્યો છે.
![રાજ્યના આ 22 જિલ્લામાંથી આવ્યા રાહતના સમાચાર, એક દિવસમાં 10થી પણ ઓછા કેસ નોંધાયા 22 districts with less than 10 new cases reported in a single day gujarat રાજ્યના આ 22 જિલ્લામાંથી આવ્યા રાહતના સમાચાર, એક દિવસમાં 10થી પણ ઓછા કેસ નોંધાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/09/cb806980e8ebfacd2963d6a2b313df67_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 544 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 11 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9976 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1,505 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.23 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,96,208 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 12711 પર પહોંચ્યો છે. જેમાંથી 316 દર્દી વેન્ટિલેટર પર અને 12395 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.23 ટકા છે.
રાજ્યના 22 જિલ્લામાંથી રાહતના સમાચાર
રાજ્યના 22 જિલ્લામાંથી કોરોના સંક્રમણને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. અહીં નવા કેસની સંખ્યાથી 10થી ઓછી છે. આ તમામ જિલ્લાની વાત કરીએ તો કચ્છ 9, મહેસાણા 9, વલસાડ 9, જૂનાગઢ કોર્પોરેશન 6, પોરબંદર 6, જામનગર 5, અમદાવાદ 4, દેવભૂમિ દ્વારકા 4, સાબરકાંઠા 4, દાહોદ 3, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 2, મોરબી 2, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, બોટાદ 1, પાટણ 1, તાપી 1 કેસ અને છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા અને સુરેન્દ્રનગરમાં એકપણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સાજા થવાના દરમાં પણ સતત વધારો થયો છે. હાલ રાજ્યમાં સાજા થવાનો દર 97.23 ટકા પર છે. આજે 1505 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ક્યાં કેટલા મોત થયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરત 1, જૂનાગઢ 1, અમરેલી 1, મહીસાગર 1, મહેસાણા 1, જામનગર 1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ 11 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 9976 પર પહોંચ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)