Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ, કચ્છના માંડવીમાં સૌથી વધુ 15 ઇંચ
Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.
Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા 8 ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ,અબડાસામાં સાડા છ ઈંચ, અંજારમાં સવા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઈંચ, ભૂજમાં અઢી ઈંચ, લખતપમાં સવા બે ઈંચ, ભેંસાણમાં બે ઈંચ, લોધિકામાં પોણા બે ઈંચ, નખત્રાણામાં પોણા બે ઈંચ, ભચાઉમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, જોડીયામાં દોઢ ઈંચ, ચુડામાં દોઢ ઈંચ, ચોટીલા,ધોલેરામાં સવા સવા ઈંચ, દાંતીવાડામાં સવા ઈંચ, ભિલોડામાં સવા ઈંચ, ચીખલીમાં સવા ઈંચ, પોશીના, સુબીરમાં એક એક ઈંચ, બોડેલી, બેચરાજીમાં એક એક ઈંચ, સરસ્વતી, ઈડર,મોરબીમાં એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
કચ્છ અને સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો
કચ્છ અને સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો ત્રણ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
#WATCH | Gujarat: Waterlogging witnessed in Bhuj following heavy rainfall in the region pic.twitter.com/1Eorevf10L
— ANI (@ANI) August 30, 2024
વાવાઝોડાના ખતરાને પગલે કચ્છ પ્રશાસન એલર્ટ થયું છે. વાવાઝોડાને પગલે કચ્છના દરિયા કિનારે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છના મોટાભાગના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનને લીધે વીજ વાયર તૂટ્યા, વૃક્ષો ધરાશાયી થયા હતા. કાચા મકાનો, ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા તૈયારી કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ કચ્છ-સૌરાષ્ટ્ર જિલ્લામાં 55થી 65 અને 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અમુક સમયે 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કચ્છ-સૌરાષ્ટ્ર પર ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન લગભગ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્વિમ તરફ આગળ વધ્યુ હતું.
Kutch: કચ્છ-સૌરાષ્ટ્ર પર હવે વાવાઝોડાનો ખતરો, 85 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન