શોધખોળ કરો
Kutch: કચ્છ-સૌરાષ્ટ્ર પર હવે વાવાઝોડાનો ખતરો, 85 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
કચ્છ અને સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે
ફોટોઃ abp asmita
1/6

કચ્છ અને સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો ત્રણ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/6

વાવાઝોડાના ખતરાને પગલે કચ્છ પ્રશાસન એલર્ટ થયું છે. વાવાઝોડાને પગલે કચ્છના દરિયા કિનારે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છના મોટાભાગના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનને લીધે વીજ વાયર તૂટ્યા, વૃક્ષો ધરાશાયી થયા હતા. કાચા મકાનો, ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા તૈયારી કરી છે.
Published at : 30 Aug 2024 09:45 AM (IST)
આગળ જુઓ





















