ગુજરાતના દરિયામાંથી પકડાયું 250 કરોડનું ડ્રગ્સ, ક્યા દેશના 7 માછીમાર ડ્રગ્સ ઘૂસાડવા મથતા હતા ને પકડાઈ ગયા ?
ગુજરાતના મધદરીયેથી રૂપિયા 250 કરોડનું હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. ભારતીય કોસ્ટગાર્ડ 7 ઈરાની માછીમારોને હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડ્યાં છે
અમદાવાદઃ ગુજરાતના મધદરીયેથી રૂપિયા 250 કરોડનું હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરીને ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારોને હેરોઈનના જથ્થા સાથે ઝડપી લેવાયા હતા. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) દ્વારા 50 કિલો હેરોઈન ઝડપી પાડ્યું છે.
આંતરાષ્ટ્રીય બજારમાં 50 કિલો હેરોઈનના કિંમત 250 કરોડ રૂપિયા છે.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ ઝડપેલા હેરોઈનની પાકિસ્તાનના કરાચી ખાતેથી ગુજરાતમાં ડિલિવરી થવાની હતી.આ અગાઉ ડિઆરઈ દ્વારા 3500 કરોડનુ હેરોઈન મુન્દ્રા પોર્ટથી ઝડપી પાડવામાં આવ્યુ હતુ. શનિવારે ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં એટીએસએ 7 ઈરાની નાગરીકની ઘરપકડ કરી છે. આ માછીમાર ફિશિંગ બોટમાં હેરોઈનની હેરાફેરી કરતા હતા.
સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે, ભારતીય જળ સીમામાં હેરોઈન લઈને ઘૂસી આવેલા ઈરાની માછીમારોને પકડવામાં ભારતીય તટરક્ષક દળને મોટી સફળતા મળી છે. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ અને ભારતીય કોસ્ટગાર્ડના જોઈન્ટ સર્ચ ઓપરેશનમાં ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડાયા છે. પાંચ દિવસ પહેલા જ મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમે ઈરાનથી આવેલો 2800 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત 8500 કરોડ હોવાનું કહેવાય છે.
પાંચ દિવસ પહેલા મુદ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સ આવતુ હોવાની બાતમી મળી હતી. મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા ડ્રગ્સ આયાત થયાની બાતમીના આધારે ટીમે બે કન્ટેનર રોકીને તપાસ કરાઈ હતી. આખરે બંને કન્ટેનરમાં ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સનો જથ્થો હોવાનુ સામે આવ્યુ હતું. મુન્દ્રામાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચી ગયો હતો. કન્ટેઈનરમાંથી 38 બેગ ભરીને હેરોઈન મળ્યું હતું. હેરોઈન અફઘાનિસ્તાનું હોવાનું અને કંદહારની હસન હુસેન લિમિટેડ નામની એક્સપોર્ટર પેઢીએ માલ લોડ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ગુજરાતના મઘદરિયેથી આજે 2800 કિલો હેરોઈનના ઝડપી પાડ્યાં બાદ 7 ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડીને આગળની તપાસ હાથ ધરી છે. આ હેરોઇનની કિંમત 8500 કરોડ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનિય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં 50 કિલો હેરોઈનના કિંમત 250 કરોડ રૂપિયા છે.પાંચ દિવસ પહેલા મુદ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સ આવતુ હોવાની બાતમી મળી હતી.આ કન્ટેઈનરમાંથી 38 બેગ ભરીને હેરોઈન મળ્યું હતું