શોધખોળ કરો

Gujarat Election 2022: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બીજેપીએ 24 આગેવાનોને સસ્પેન્ડ કરતા ખળભળાટ

Gujarat Assembly Election 2022: મહીસાગર જિલ્લામાં પક્ષ વિરોધી કામગીરી કરનાર ભાજપના કાર્યકરો સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહિસાગર જિલ્લા પ્રમુખે એક સાથે પક્ષમાંથી 27 લોકોને સસ્પેન્ડ કર્યા છે.

Gujarat Assembly Election 2022: મહીસાગર જિલ્લામાં પક્ષ વિરોધી કામગીરી કરનાર ભાજપના કાર્યકરો સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહિસાગર જિલ્લા પ્રમુખે એક સાથે પક્ષમાંથી 27 લોકોને સસ્પેન્ડ કર્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે 27 લોકોને સસ્પેન્ડ કરતા રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ વિધાનસભાનું મતદાન પૂર્ણ થયું ત્યારે ભાજપમાંથી 27 લોકોને જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. શિસ્ત ભંગના પગલાના ભાગરૂપે  તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કલોલમાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો

ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક બની તોફાની છે. સવારે બળદેવજી ઠાકોર સાથે થયેલ સંઘર્ષ બાદ સાંજે માહોલ ઉગ્ર બન્યો છે. ભાજપ કાર્યાલય પર પથ્થર મારા બાદ કોંગ્રેસ કાર્યાલય ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનાના પગલે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. એવામાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું છે.

જાણો કઈ જગ્યાએ કોંગ્રેસ ઉમદેવારની કારના કાચ તોડવામાં આવ્યા

પંચમહાલના ઘોઘંબાના ગોદલી ગામમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણની ગાડીના કાચ તોડવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે.  બોગસ મતદાનની જાણ થતાં પ્રભાતસિંહ ચૌહાણ ઘોઘંબાનાં ગોદલી મતદાન મથક પહોચ્યા હતા. ગોદલી ગામના કાચલા ફળિયા મતદાન મથક ઉપર ઉભેલા બીજેપી અને કોંગ્રેસ પાર્ટીનાં ટોળા વચ્ચે બબાલ મચી જતાં બે ગાડીના કાચ તોડી નાંખ્યા હતા. પ્રભાતસિંહે પોતે સલામત હોવાનું જણાવ્યુ છે. સાથે ઘટના સ્થળે હાજર પોલીસે તેમને સુરક્ષા પુરી પાડી હોવાનું જણાવ્યું હતું.

 ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છેઃ જગદીશ ઠાકોરનો આરોપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું 14 જિલ્લાની 93 બેઠક માટે  મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાવ કર્યાં બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા આ નિવેદન આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું 14 જિલ્લાની 93 બેઠક માટે  મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસપ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાવ કર્યાં બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા આ નિવેદન આપ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું 14 જિલ્લાની 93 બેઠક માટે  મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાવ કર્યાં બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા આ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરે મતદાન કર્યાં બાદ ર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપના ગુંડાઓ લુખાઓ છે. તેમણે કહ્યું કે, દાંતાના ઉમેદવાર ૩ કલાક સુધી ભાળ ન મળે અને ચૂંટણી પંચ અમારી ફરિયાદ પણ ન લે આ કેવી રીતે ચાલે તેમણે કહ્યું કે, અનેક જગ્યાએ ઇવીએમ મશીન બંધ હોવા છતા કોઇ કાર્યવાહી થતી નથી,કોંગ્રેસ વિસ્તારમાં મતદાન ધીમું કરવાનું કામ તંત્ર કર્યું છે. સવાલ ઉઠાવતાં જગદિશ ઠાકોરે કહ્યું કે, ભાજપના બુથો પર મતદાન ઝડપથી પણ કોંગ્રસ વિસ્તારમાં મતદાન ધીમું કેમ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, પરિણામને લઈને કર્યો મોટો દાવો

મૈનપુરી પેટાચૂંટણીમાં પોતાનો મત આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના  ચીફ અખિલેશ યાદવે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. યુપીમાં મૈનપુરી, રામપુર અને ખતૌલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ તમામ બેઠકો પર ભાજપ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો છે.  યુપી પેટાચૂંટણીની સાથે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી  પણ યોજાઈ રહી છે. ગુજરાત ચૂંટણીને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પર SP ચીફ અખિલેશ યાદવની પ્રતિક્રિયા મૈનપુરીમાં આવી છે. જ્યારે SP ચીફ વોટ આપીને બહાર આવ્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન ગુજરાતની ચૂંટણી પર તેમણે કહ્યું કે, મને આશા છે કે ગુજરાતમાં ભાજપ ખરાબ રીતે હારી જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget