શોધખોળ કરો

Gujarat Assembly Election Result: આ 3 બેઠક પર અપક્ષની આંધી, ભાજપ,કોંગ્રેસ અને આપ ફેલ

Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જો કે, આ દરમિયાન 3 બેઠકો પર અપક્ષની જીત થઈ છે.

Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જો કે, આ દરમિયાન 3 બેઠકો એવી છે જેમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને પછડાટ મળી છે અને અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. સૌ પ્રથમ વાત કરીએ બાયડ બેઠકની તો ત્યાં ધવલસિંહ ઝાલાને જીત મળી છે. તમને જણાવી દઈએ કે, ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોરની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. જો કે આ વખતે બીજેપીએ તેમને ટિકિટ ન આપતા ધવલસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

તો બીજી તરફ વડોદરાની હાઈપ્રોફાઈલ બેઠક વાઘોડિયા પર પણ રસાકસી જોવા મળી હતી. વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા તેમણે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસને માત આપી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે.

ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates

આ ઉપરાંત ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત થઈ છે. ધાનેરા બેઠક પર કોંગ્રેસ તરફથી નાથાભાઈ પટેલ ઉમેદવાર હતા. તો બીજેપી તરફથી ભગવાન પટેલે ઉમેદવારી કરી હતી.

જગદીશ ઠાકોરે કહ્યું- વલણ વિરુદ્ધ, EC પર કર્યા ગંભીર આક્ષેપો

 ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી અંગે સતત વલણો જારી કરી રહ્યું છે. ટ્રેન્ડ મુજબ ગુજરાતમાં ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. વલણોમાં ભાજપ બહુમતીમાં જોવા મળી રહ્યું છે. ભાજપ 182માંથી 149 બેઠકો પર બહુમત જાળવી રહી છે, જ્યારે કોંગ્રેસ સતત પાછળ ચાલી રહી છે. કોંગ્રેસને 19 બેઠકો મળતી જણાય છે. જેના કારણે કોંગ્રેસની અંદરથી નારાજગી બહાર આવી રહી છે. કોંગ્રેસના ગુજરાત એકમના પ્રમુખ જગદીશ ઠાકોરે સતત ઘટી રહેલા આંકડાને લઈને ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે.

ગુજરાત કોંગ્રેસ એકમના પ્રમુખે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે પહેલીવાર સ્વીકાર્યું છે કે વલણ તેમની વિરુદ્ધ જઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, "ટ્રેન્ડ અમારી વિરુદ્ધ છે." તેમણે એમ પણ કહ્યું કે જનતા જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે. બીજી તરફ હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ સતત લડાઈ કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં કાંગડામાં 6 વિધાનસભા બેઠકો અને મંડીમાં 2 બેઠકો પર, જ્યારે પાર્ટી કુલ 29 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 27 બેઠકો પર આગળ છે.

ગુજરાતના જિલ્લાઓની સ્થિતિ

માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તૂટી શકે છે

ખામ થીયરી માટે જાણીતા માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે, જેને આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલવવામાં તેમનું મોટું યોગદાન રહ્યુ હતું. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી  કોઈ તોડી શક્યું નથી. પરંતુ આજે કદાચ ભાજપ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
Embed widget