(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Corona : ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટે વધારી ચિંતા, સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંઘાયા, જાણો અપડેટ્સ
કોરોનાને લઇને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં નવા વેરિયન્ટના 36 કેસ નોંધાયા છે. સૌથી કેસ અમદાવાદમાં નોધાયા છે.
Gujarat Corona : ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા જગાડી છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના 34 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. વધુ 6 કોરોનાના નવા કેસ નોંધાતા આખરે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 56 પર પહોંચી છે. અમદાવાદના સરખેજ, રાણીપ વોર્ડમાં કોરોનાનાના 1-1 કેસ નોંધાયા છે. અમદાવાદના સરખેજ, રાણીપ વોર્ડમાં કોરોનાનો એક એક કેસ નોધાયા છે. અમદાવાદના દરિયાપુરમાં કોરોનાથી વૃદ્ધાનું મોત થયું છે. પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 25 એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદના દરિયાપુરમાં કોરોનાથી વૃદ્ધાનું મોત થયું છે.કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 56 પર પહોંચી છે.
અમદાવાદના દરિયાપુરમાં કોરોના સંક્રમિત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત એક વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધાનું મોત સારવાર દરમિયાન થયું છે. દરિયાપુરના 82 વર્ષિય મહિલાનું મોત થયું છે. રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે. કોવિડ સિવાય અન્ય કો-મોર્બિડ બીમારીઓથી દર્દી પીડિત હતા. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.