શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે 393 રસ્તા બંધ, સુરત જિલ્લાના 118 રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ
રાજ્યમાં વરસાદના કારણે કુલ 393 માર્ગ બંધ થયા છે. બે રાષ્ટ્રીય ધોરી માર્ગ, 16 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તક ના 357 રસ્તાઓ બંધ થયા છે.
ગાંધીનગર : રાજ્યમાં વરસાદના કારણે કુલ 393 માર્ગ બંધ થયા છે. બે રાષ્ટ્રીય ધોરી માર્ગ, 16 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તક ના 357 રસ્તાઓ બંધ થયા છે. જેમાં સુરત જિલ્લાના 118 અને તાપીના 93 રોડ સામેલ છે.
ભારે વરસાદ ના કારણે 2 રાષ્ટ્રીય ધોરી માર્ગ બંધ થયા છે. આણંદ અને કચ્છના 2 રાષ્ટ્રીય ધોરી માર્ગ બંધ છે. સ્ટેટ હાઇવે 16 બંધ છે. ગીર સોમનાથ 3, ભરૂચ, કચ્છ અને પોરબંદરના 2-2 સ્ટેટ હાઇવે બંધ છે.
વડોદરા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, નવસારી અને જૂનાગઢ માં 1-1 સ્ટેટ હાઈવેના રસ્તા બંધ થયા છે. જ્યારે અન્ય 18 રસ્તાઓ બંધ થયા છે. પંચાયત હસ્તકના 357 રસ્તાઓ બંધ છે, સુરતમા 114 પંચાયત હસ્તકના રસ્તા બંધ થયા છે જ્યારે તાપીમાં 93 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ છે.
ભારે વરસાદ ને લઈ નેશનલ હાઇવે બંધ થયો છે. મઢી માંડવી જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ 56 બંધ થયો છે. સ્થાનિકો દ્વારા આડાશ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આજ રસ્તા પરથી ઉમરપાડા થઈ શામળાજી પણ જવાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement