શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપના મંત્રી સહિત 5 નેતાઓને લાગ્યો કોરોનાને ચેપ, બુધવારની કેબિનેટ બેઠકમાં હાજર હતા મંત્રી
ગુરુવારે સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
અમદાવાદઃ રાજ્યમાં વધુને વધુ રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ગુરુવારે ભાજપના પાંચ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. ભાજપનાં સાંસદ કિરીટી સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
કિરીટ સોલંકીએ ફેસબુક પર પોસ્ટ કરી લખ્યું છે કે 20 ઓગસ્ટ 2020થી મને હળવો તાવ અને શરદી રહેતા. આઈસોલેશનમાં રહ્યો અને લક્ષણોને જોતા મે કોવિડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ગુરુવારે સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો ધર્મેંદ્રસિંહ જાડેજાને પણ કોરોના થયો છે. અને તેમને અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ધર્મેંદ્રસિંહ જાડેજા બુધવારે કેબિનેટની બેઠકમાં પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ સાંસદ, 16 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોના સંક્રમિત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1190 નવા કેસ નોંધાયા હતા અને વધું 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2964 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,864 એક્ટિવ કેસ છે, જ્યારે 73,501 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,773 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 91,329 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion