શોધખોળ કરો
નડિયાદ: નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોનાં મોત, કારનો નીકળી ગયો કચ્ચરઘાણ
રવિવાર મોડી સાંજે નડિયાદ-ડભાણ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલા અને બે બાળક સહિત કુલ પાંચ લોકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું

નડિયાદ: રવિવાર મોડી સાંજે નડિયાદ-ડભાણ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલા અને બે બાળક સહિત કુલ પાંચ લોકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઈજા પહોચી હતી. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં
આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. પરિવાર કારમાં સવાર હતો તે દરમિયાન પાછળથી અન્ય કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. તેઓ વડોદરા તરફથી અમદાવાદ જઈ રહ્યાં હતા અને એ સમયે અકસ્માતની ઘટના સર્જાઈ હતી.
નેશનલ હાઈવે-8 પર નડિયાદ નજીક પીજ ચોકડી પાસે મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જ્યારે ઘટનાની જાણ થતાં જ આસપાસ રહેતા લોકો દોડી આવ્યાં હતાં. આ અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો હતો.
ઘટનાની વિગત પ્રમાણે રવિવારે મોડી રાતે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે નંબર 8 પર નડિયાદ અને ખેડા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મૃત પામેલાઓમાં બે મહિલા, બે બાળકો અને એક પુરૂષનો સમાવેશ થાય છે. નડિયાદથી અમદાવાદ જઈ રહેલી એક લક્ઝુરિયસ કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે આ અકસ્માત સર્જાય હતો.
વધુ વાંચો
Advertisement





















