શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, ધોધમાર વરસાદને કારણે નદી-નાળા છલાકાયા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરમાં 5.7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરમાં 5.7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. ભારે વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા હતાં.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોડી રાતે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છોટાઉદેપુરમાં મોડી રાતે 5.7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદને પગલે નદી-નાળા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
છોટાઉદેપુર રાત્રે 5.7 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. છોટા ઉદેપુરના સંખેડામાં 4.2 ઈંચ, પાવી જેતપુરમાં 3.4 ઈંચ, બોડેલીમાં 3.3 ઈંચ, ક્વાંટમાં 2.8 ઈંચ, નસવાડીમાં અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
મોડી રાતે છોટા ઉદેપુર જીલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાઈ ગયા હતા જેને કારણે ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોટી સઢલીની સુકત નદીમાં બે કાંઠે વહેતી થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. કોઝ વે ઉપર પાણી ફરી વળતાં અવર જવર બંધ થઈ ગઈ હતી.
આ ઉપરાંત ભારે વરસાદને લઈ છોટાઉદેપુરની ઓરસંગ બે કાંઠે વહેતી થઈ હતી. જેને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. રાત્રી દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદીમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion