અંજારમાં માતા પર પુત્રનો બળાત્કાર, માતાનું મોત થતાં બનાવ રેપ વીથ મર્ડરમાં પલટાયો
કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અંજારમાં સગી માતા પર પુત્રએ બળાત્કાર કર્યો હતો. હવે આ કેસમાં માતાનું નિધન થઈ જતા આ બનાવ રેપ વીથ મર્ડરમાં પલટાયો છે.

ભૂજ: કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અંજારમાં સગી માતા પર પુત્રએ બળાત્કાર કર્યો હતો. હવે આ કેસમાં માતાનું નિધન થઈ જતા આ બનાવ રેપ વીથ મર્ડરમાં પલટાયો છે. 80 વર્ષના અશક્ત માતા પર 50 વર્ષના હવસખોર દારૂડિયા પુત્રએ દુષ્કર્મ આચર્યું હતું. હવે આ દુષ્કર્મનો કેસ હત્યામાં પલટાઈ ગયો છે. પુત્રએ આચરેલાં પાપના કારણે બ્રેઈન સ્ટ્રોક અને હેમરેજનો શિકાર બનેલા વૃધ્ધ માતાએ બેભાન હાલતમાં વેન્ટિલેટર પર દમ તોડી દીધો હતો.
મૃતક વૃદ્ધા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે સવારે 8.30 વાગ્યાથી આસપાસ વૃદ્ધાનું મૃત્યું થયું હતું. દુષ્કર્મના ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવાની સાથે ગુનાકામે આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. નરાધમ પુત્રનો કેસ નહીં લડવા માટે અંજારના વકીલ મંડળના વકીલોએ સ્વેચ્છાએ સંકલ્પ લીધો છે.
શું બની હતી સમગ્ર ઘટના
કચ્છના અંજારમાં 27 ફેબ્રુઆરી (ગુરુવારે) 50 વર્ષના પુત્રએ દારૂના નશામાં 80 વર્ષના માતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ વૃદ્ધાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. બાદમાં તેમની સારવાર હોસ્પિટલ ચાલી રહી હતી. હવે આ કેસમાં માતાએ દમ તોડી દિધો હતો. આરોપીના નાના ભાઈની પત્નીએ હવે અંજાર પોલીસ સ્ટેશનમાં સગી માતા સામે દુષ્કર્મ આચરી હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ નરાધમ દીકરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, માતાનું મૃત્યુ થઈ જતા હવે આ કેસમાં હત્યાની કલમ પણ ઉમેરવામાં આવશે.
આ સમગ્ર ઘટનાને લઈને કચ્છ જિલ્લામાં નરાધમ પુત્ર સામે સર્વત્ર આક્રોશ છે.આ કેસમાં અંજાર બાર એસોસિએશન સાથે જોડાયેલાં વકીલોએ પણ આ આરોપી પુત્રનો કેસ નહીં લડવા સંકલ્પ કર્યો છે.
સારવાર દરમિયાન વૃદ્ધાનું મૃત્યું થયું
આધેડ વયના પુત્રએ પોતાની વૃદ્ધ અને અશક્ત માતા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતો. જો કે, સારવાર દરમિયાન વૃદ્ધાનું મૃત્યું થયું હતું. આ ખળભળાટ મચાવતી ઘટનાના પગલે લોકો નરાધમ દીકરાને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.
દીકરાએ દારૂના નશામાં વૃદ્ધ માતાને હવસનો શિકાર બનાવી હતી. દારૂડિયા દીકરાએ આચરેલા દુષ્કર્મની ઘટના હવે હત્યામાં પલટાઈ ગઈ છે. આરોપીના નાના ભાઈની પત્નીએ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે અંજાર બાર એસોસિએશને આરોપીને કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે. PI એ.આર. ગોહિલે જણાવ્યું કે, 'આવો ઘૃણાસ્પદ ગુનો સાંભળીને જ ચોંકી ગયા હતા. આરોપી વિરૂધ્ધ અગાઉ ગાંધીધામ અને અંજારમાં દારૂ પીવાના 3 ગુના નોંધાયેલા છે.





















