શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 513 નવા કેસ, 38નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 22 હજારને પાર
છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 38 દર્દીઓના મોત થયા છે. આજે 366 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધરો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 38 દર્દીઓના મોત થયા છે. આજે 366 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 86, વડોદરામાં 39, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 7, મહેસાણા-5, આણંદ-5, , ભાવનગર 3, જામનગર 3, જૂનાગઢ 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, અરવલ્લી 2, સાબરકાંઠા 2, કચ્છ 2, ખેડા 2, દાહોદ 2, પંચમહાલ,ગીર સોમનાથ,સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર અને નર્મદામાં 1-1 કેસ અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 38 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 25, સુરત 4, આણંદ, અરવલ્લી, ભાવનગર, બનાસકાંઠા,ખેડા, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1385 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15109 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5573 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને5512 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 72 હજાર 924 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement