મહાકુંભમાં સ્નાન કરવા જઇ રહેલા ગુજરાતી શ્રદ્ધાળુને નડ્યો અકસ્માત, 6 ઘાયલ, ડ્રાઇવરનું મૃત્યુ
Accident :ગુજરાતથી મહાકુંભ સ્નાન કરવા પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ઈનોવા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે, જ્યારે એક મહિલા અને બાળક સહિત 6 લોકો ઘાયલ થયા છે

Accident : આજથી પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઇ. સાઘુ સંતો સાથે અહી શાહી સ્નાન માટે મોટી સંખ્યામાં ભાવિકો પહોંચી રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભનો લાભ લેવા આવતા ગુજરાતી શ્રદ્ધાળુને રોડ અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં 6 લોકોને ઇજા પહોંચી છે તો અન્ય 1નું મોત થઇ છે. ગુજરાતથી પ્રયાગરાજ જઈ રહેલા 6 શ્રદ્ધાળુઓને માર્ગ અકસ્માત નડ્યો હતો. ભાવિકો ઇનોવામા જઇ રહયાં હતા. જેમાં 6 લોકો સવાર હતા. ઇનોવા ટ્રેલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે અને ડ્રાઇવરનું મૃત્યુ થયાના અહેવાલ છે.
ગુજરાતથી મહાકુંભ સ્નાન કરવા પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ઈનોવા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે, જ્યારે એક મહિલા અને બાળક સહિત 6 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે ઈનોવા કારના ડ્રાઈવરના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દર કુમાર સાહુના પરિવારને પણ સોનભદ્રમાં રોડ અકસ્માત નડ્યો હતો. તેઓ . કુંભ સ્નાન કરવા છત્તીસગઢના બલરામપુરથી પ્રયાગરાજ જઈ રહેલા ધારાસભ્યના પરિવારના સાત સભ્યો અને કાર ચાલક સહિત નવ લોકો ઘાયલ થયા છે. મુર્ધવા બીજપુર રોડ પર બાભની પોલીસ સ્ટેશન વિસ્તારના નાધીરા વળાંક પર આ અકસ્માત થયો હતો. ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે.
સુરતથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો
ગુજરાતના સુરતથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં મોટાભાગના મુસાફરો મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. જ્યારે ટ્રેન સુરતથી નીકળીને મહારાષ્ટ્રના જલગાંવમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રેનની બારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાને કારણે એસી કોચનો કાચ તૂટી ગયો, જેના કારણે ટ્રેનમાં કાચ વેરવિખેર થઈ ગયા. કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ એક વીડિયો બનાવીને આ સમગ્ર ઘટનાની માહિતી આપી છે. આ સમગ્ર મામલાની ફરિયાદ રેલવેને પણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે બપોરે લગભગ 3:20 વાગ્યે બની હતી. જ્યારે DSCR/BSL ને આ મેસેજ મળ્યો હતો કે ટ્રેન નંબર 19045 તાપ્તીગંગા એક્સપ્રેસના કોચ નંબર B-6ના બર્થ નંબર 33-39 પાસે કાચ પર પથ્થર ફેંકવામાં આવ્યો છે. જેના કારણે બારીનો કાચ તૂટી ગયો હતો. આ સંદર્ભે ફરજ પર તૈનાત ડિપ્ટી. સીટીઆઇ/એસટી સોહનલાલે જણાવ્યું હતું કે, તાપ્તીગંગા એક્સપ્રેસ જલગાંવ સ્ટેશન પરથી રવાના થઇ તો આઉટર પર કોઇએ બારી પર પથ્થર ફેંક્યો હતો.
સોહનલાલે જણાવ્યું કે 20-22 વર્ષના છોકરાએ કાચ પર પથ્થર ફેંક્યો હતો, જેના કારણે બારીનો કાચ તૂટી ગયો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ મુસાફર ઘાયલ થયાના અહેવાલ નથી. આ કેસમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર એનકે સિંહે ભુસાવલ સ્ટેશન પર ટ્રેનમાં તપાસ કરી હતી અને ડેપ્યુટી સીટીઆઈનું નિવેદન નોંધ્યું હતું. આ સંદર્ભે એક મેમો જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં ઇન્સ્પેક્ટર જલગાંવ અને સબ ઇન્સ્પેક્ટર મનોજ સોની હાજર રહ્યા હતા.





















