શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા વિસ્તારમાં 4 કલાકમાં ખાબક્યો 6 ઈંચ જેટલો વરસાદ? જાણો હાલ કેવી છે સ્થિતિ
વરસાદની આગાહી વચ્ચે પંચમહાલ, મહિસાગર અને મધ્ય ગુજરાતમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતા જ્યારે ઘણી જગ્યાના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં અવર-જવર બંધ થઈ ગઈ હતી
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદની આગાહી વચ્ચે પંચમહાલ, મહિસાગર અને મધ્ય ગુજરાતમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતા જ્યારે ઘણી જગ્યાના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં અવર-જવર બંધ થઈ ગઈ હતી. પંચમહાલના જાંબુઘોડમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે પાવીજેતપુરમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં.
મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર સહિતના અનેક વિસ્તરોમાં વરસાદ પડી રહ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં સાડા પાંચ ઈચ વરસાદ ખાબક્યો છે તો પાવીજેતપુરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.
પંચમહાલાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જાંબુઘોડમાં સવારે 6થી અત્યાર સુધી સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શિવરાજપુરા નજીક પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નીર આવ્યા છે. આ સાથે જ હાલોલના તલીયા વેરી, વાવડી, રાયણખાડ ગામ પાસેથી પસાર થતી નદીઓમાં પણ નવા નીર આવ્યા છે.
છોટા ઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સવારથી અત્યાર સુધી પાવીજતેપુરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે તો બોડેલી અને છોટા ઉદેપુરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે પાવીજેતુરના ગઢ, વસંત ગઢ, સેલવા ગામાનો કોઝવે પર પાણી ફરી વળ્યાં છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છોટા ઉદેપુરના પાવીજેતપુરના મોટીબેજ ગામમાં ભારે વરસાદના કારણે કોઝવે પર પાણી ભરાયા છે. કોઝ વે પર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને આસપાસના ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગઢ ગામ પાસેના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે પર પાણી ફરી વળતાં મુવાડા, સેલવા, જામ્બા, સેલવા સહિતના ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વાઘોડિયા, પાદરા અને વડોદરા શહેરમાં વરસાદ નોંધાયો. વડોદરાના પાદરામાં પણ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રિફાઈ કોલોની જાસપુર રોડ જેવા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સાથે જ પાદરાના તળાવોમાં પણ પાણી ન જળ સ્થર વધ્યા છે. જોકે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
વડોદરા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. વાઘોડિયામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક સોસાયટીમાં વરસાદ શરૂ થયો છે. આ સાથે જ મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.
પંચમહાલ જિલ્લાના દેવડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને ડેમની સપાટી 87.70મીટર પર પહોંચી છે. ડેમમાં હાલ 20 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ત્યારે ડેમની રુલ લેવલ સપાટી જાળવા ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે છે. ઉપરવાસ અને ઘોઘમ્બામાં પડેલ ભારે વરસાદને કારણે કરાડ ડેમમાં પાણી આવક થઈ છે. ડેમની જળ સપાટીમાં એક મીટરનો વધારો થયો છે અને ડેમની જળ સપાટી 134.60 મીટર પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement