શોધખોળ કરો

રાજ્યભરમાં વરસાદી માહોલ, અમરેલીમાં છ ઈંચ અને રાજુલામાં પાંચ ઈંચ ખબક્યો

રાજકોટઃ દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં અપર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે રવિવારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં 2 થી 7 ઈંચ, સોરઠમાં 1થી 5 ઈંચ તો રાજુલામાં 5 ઈંચ અને  અન્ય વિસ્તારોમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગીર-સોમનાથનાં કોડીનાર 5, ઉના 4, વેરાવળ3.5, તાલાલા 3, સુત્રાપાડા 4, જૂનાગઢનાં ભેંસાણ, જૂનાગઢ, બાંટવામાં 3, માળિયામાં 3.5, મેંદરડા- માણાવદર 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. પોરબંદરના કુતિયાણામાં 1, અમરેલી 6, રાજુલા-જાફરાબાદ5, લીલીયા 4, વડીયા- લાઠી-બગસરા 4.5, સાવરકુંડલા 3, ખાંભા-ધારી 2.5ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર અને ઘોઘા 3.5, સિહોર 3, ઉમરાળા 2.5, મહુવા, વલ્લભીપુરમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં પાટણવાવના ઓસમ ડૂંગર પર 5 ઈંચ અને જેતપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ, જસદણ, ધોરાજી,આટકોટ અને કલાણામાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં રવિવારે વલસાડ, વાપી, બારડોલી, નવસારી અને સુરત શહેર-જિલ્લામાં અડધોથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં પણ લાંબા વિરામ બાદ 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. મહુવા શહેર અને તાલુકામાં ગઇ રાત્રીના અને આજે દિવસ દરમિયાન કુલ 2 થી 2.5 ઈંચ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો. તળાવામાં આ સિઝનમાં કુલ વરસાદનો આંક 585 મી.મી.ને આંબી ગયો છે અને હજી વરસાદી માહોલ હોય આ સિઝનમાં વરસાદ 600 મી.મી. વટાવી જાય તેવા સંજોગો છે. બગદાણા પંથકમાં આજ સાંજ સુધીમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. બગડ નદી સહિતના નાળા અને વોકળામાં આ વરસાદથી પાણી વહેતા થઇ ગયા છે. અમરેલી શહેરમાં શનિવાર મધરાતથી રવિવાર મોડી સાંજ સુધીમાં છ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેને પગલે શહેરમા ઠેરઠેર નિચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. ઠેબી નદીમાં પુર આવ્યું હતુ. વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. ઉપરાંત રાજુલામા પાંચ જાફરાબાદમાં સાડા પાંચ, બગસરામા પાંચ ઇંચ, વડીયા, સાવરકુંડલા, લીલીયા, લાઠીમાં ચાર ઇંચ વરસાદ થયો હતો. તો ધારી અને ખાંભામા પણ ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકયો હતો. બાબરા પંથકમા સૌથી ઓછો માત્ર એક ઇંચ વરસાદ થયો હતો. મહેસાણામાં રવિવારે રાત્રે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

Embed widget