શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ ધારીમાં સાંકળેથી બાંધેલા પુરુષને દીપડાએ ફાડી ખાધા, વન વિભાગને શું છે આશંકા?
અમૃતપુર ગામ નજીકના ખેતર વિસ્તારમાં વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા છે. મનુભાઈ સાવલીયા (ઉ.વ.75) વર્ષીય વૃદ્ધને દીપડાએ ફાડી ખાતા ફફડાટ ફેલાયો છે.
અમરેલીઃ ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જના અમૃતપુર ગામમાં દીપડાએ એક પુરુષને ફાડી ખાધા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમૃતપુર ગામ નજીકના ખેતર વિસ્તારમાં વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા છે. મનુભાઈ સાવલીયા (ઉ.વ.75) વર્ષીય વૃદ્ધને દીપડાએ ફાડી ખાતા ફફડાટ ફેલાયો છે.
આ અંગે જાણ થતા વનવિભાગની ટિમ ઘટના સ્થળ પર પહોંચી હતી. વનવિભાગ ઘટના સ્થળ પર પહોંચી ચોંકી ઉઠ્યું હતું. સાંકળ વડે વૃદ્ધને બાંધ્યા હોવાની વનવિભાગને આશંકા છે. આ ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. વનવિભાગે દીપડાને પકડવાની કવાયત શરૂ કરી છે.
તસવીરઃ ધારીના અમૃતપુરમાં દીપડાએ વૃદ્ધને ફાડી ખાતા ઘટનાસ્થળે પહોંચેલા વનવિભાગના અધિકારીઓ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement