Junagadh Rain: જુનાગઢમાં 750 લોકોનું સ્થળાંતર, જળબંબાકારની સ્થિતિ બાદ તારાજીના દ્રશ્યો આવ્યા સામે
Junagadh Rain: જુનાગઢમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જે બાદ 750 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે
Junagadh Rain: જુનાગઢમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જે બાદ 750 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. મોતીબાગમાં અનેક વાહનોને ઊંધા નાખી દીધા હતા. તો રસ્તા તૂટી જવાના કારણે કાર પણ ફસાઈ હતી, જૂનાગઢમાં વરસાદે વાહનોને સૌથી વધુ નુકસાન કર્યું છે. ગિરનારમાં ધોધમાર વરસાદ પડ્યો અને જે પાણી જૂનાગઢની અંદર પ્રવેશ્યું હતું.
વંથલી તાલુકામાં શિફ્ટિંગ
૧. નાંદરખી
૬૦ વ્યક્તિઓ
ડૉ. આંબેડકર ભવન ખાતે
૨. લુવારસર
૫૫ વ્યક્તિઓ
પટેલ સમાજ ખાતે
૩. બંટિયા
૧૬૦ લોકો
આહિર સમાજ ખાતે.
૪. શાપુર
૮ વ્યક્તિઓ
પ્રાથમિક શાળામાં
૫. બોડકા
૪ વ્યક્તિઓ
પ્રાથમિક શાળા ખાતે
૬. વાડલા
૩૦ વ્યક્તિઓ (બહારગામના મજૂરો)
પ્રાથમિક શાળા ખાતે
૭. કણઝડી
૩ વ્યક્તિઓ
આંગણવાડી ખાતે
કુલ શિફ્ટિંગ - ૩૨૦ વ્યક્તિઓ ( ૭ ગામ)
મકાનને નુકશાન
૧.ધણફુલિયા
એક કાચું રહેણાક મકાન સંપૂર્ણ પડી ગયેલ છે.
૨.બોડકા
એક કાચા રહેણાક મકાનને અંશતઃ નુકશાન થયેલ છે.
૩.કોયલી
૨ રહેણાક મકાન અંશતઃ (૧ કાચું + ૧ પાકું)
કુલ મકાન નુકશાન -૪, ગામ-૩
૩ કાચા (૨ અંશતઃ + ૧ સંપૂર્ણ) રહેણાક
૧ પાકું અંશતઃ રહેણાક
પશુ તણાઈ ગયાની ઘટના
વાડલામાં ૩ ભેંસ તણાઈ ગયેલ છે, જે હજુ સુધી મળી નથી
લાખો રુપિયાની કાર પાણીમાં રમકડાની જેમ તણાઈ
જૂનાગઢ શહેરમાં આભ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાણીના પ્રચંડ પ્રહાર વચ્ચે જૂનાગઢ શહેરમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
જૂનાગઢમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદમાં ગાડીઓ તણાઈ હતી. પૂર બાદની તસવીરો સામે આવી છે.
આ તસવીરોમાં જોઈ શકાય છે કે પૂરના કારણે કેટલુ નુકશાન થયું છે. ધોધમાર વરસાદ બાદ પૂરના કારણે લોકોની કાર પાણીમાં તણાઈ હતી.
કારની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે પૂરના કારણે ગાડીઓને કેટલું નુકશાન થયું છે.
ગાડીઓમાં ભયંકર નુકશાન થયું હોય તેવી તસવીરો સામે આવી છે.
ફ્લેટમાં રહેતા લોકોના પાર્કિંગમાં પણ પાણી ફરી વળતા ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ હતી. આમ ભારે વરસાદને કારણે લાખો રુપિયાનું નુકસાન થયું છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial