Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 787 કેસ, 659 દર્દી થયા સાજા
ગુજરાત(Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 787 નવા કોરોના કેસ નોંધાયા છે.
ગાંધીનગર: ગુજરાત(Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 787 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 659 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત નથી થયું. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 659 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ?
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 787કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 308 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 57, મહેસાણા 55, વડોદરા કોર્પોરેશન 44, રાજકોટ કોર્પોરેશનમાં 39, સુરત 28, ગાંધીનગર કોર્પોરેશનમાં 25, ભાવનગર કોર્પોરેશન 22, ભરુચ 21, વડોદરા 21, જામનગર કોર્પોરેશન 19, ગાંધીનગર 17, કચ્છ 16, પાટણ 16, રાજકોટ 14 કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12, 28,264 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 659 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12, 28, 264 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 4896 થયા છે, જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,954 મોત થયા છે. આ સાથે રાજ્યમાં આજે કુલ 71862 લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ ફ્રી આપવાની શરૂઆત થઈ છે. ફરી રસીકરણ સેન્ટર પર લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે લાઈન લગાવી રહ્યાં છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે
રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 71,862 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 891 ને રસીનો પ્રથમ અને 1,741 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 142 ને રસીનો પ્રથમ અને 713 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 7,390 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2,039 ને રસીનો પ્રથમ અને 3,337 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 55,609 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,26,39,058 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.