શોધખોળ કરો

Botad: 20 વર્ષીય કોલેજીયન યુવતીએ કરી આત્મહત્યા, મોતના 6 દિવસ બાદ સુસાઈડ નોટ જોતા જ પરિવારના પગ નિચેથી જમીન સરકી ગઈ

બોટાદ વિજય નામનો આ યુવાન મૃતક યુવતીના ઘર નજીક જ રહેતો હોય જેના કારણે અવાર નવાર તે તેમના ઘરે પણ આવતો જતો હતો. વિજય દ્રારા વારંવાર પ્રેમ કરવા દબાણ કરતો હતો. અંતે યુવતીએ કોલેજ સમયે પ્રેમનો સ્વીકાર કર્યો હતો.

બોટાદ: રાણપુર તાલુકાના ઉમરાળા ગામે 20 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીએ તારીખ 27 જુલાઈના રોજ આપઘાત કર્યો હતો. જો કે, મૃતક યુવતી દ્રારા લખવામાં આવેલી સુસાઇડ નોટ બહાર આવતા તારીખ 2 ઓગષ્ટના રોજ રાણપુર પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી તે સમયથી લઈ કોલેજ સુધી હેરાન કરતા વિજય નામના યુવકના કારણે આપઘાત કર્યો હોવાની હકિકત સામે આવી છે. વિજય નામનો આ યુવાન મૃતક યુવતીના ઘર નજીક જ રહેતો હોય જેના કારણે અવાર નવાર તે તેમના ઘરે પણ આવતો જતો હતો. વિજય દ્રારા વારંવાર પ્રેમ કરવા દબાણ કરતો હતો. અંતે યુવતીએ કોલેજ સમયે પ્રેમનો સ્વીકાર કર્યો હતો.

Botad:  20 વર્ષીય કોલેજીયન યુવતીએ કરી આત્મહત્યા, મોતના 6 દિવસ બાદ સુસાઈડ નોટ જોતા જ પરિવારના પગ નિચેથી જમીન સરકી ગઈ

જો કે, પ્રેમ બાદ યુવક વિજયની અન્ય જગ્યાએ સગાઈ થતા કાયમ સાથ આપવાની વાત કરતા વિજયની સગાઈને લઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ સુસાઇડ નોટ સાથે મૃતક દ્રારા લખવામાં આવેલ વિગત બહાર આવતા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્રારા કલમ 306 મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

પ્રેમી સાથે મળી પત્નીએ પતિની કરાવી હત્યા

નવસારીના આસુંદર ગામે પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, નવસારી જિલ્લાના આસુંદર ગામે પશુપાલન કરી ગુજરાન ચલાવતા સાદુલભાઈ મેપાભાઇ ભરવાડની લાશ ગત મહિનાની 30મી તારીખે કૂવામાંથી મળી આવ્યો હતો. જેમાં પોલીસે શંકા જતા હ્યુમન ઈન્ટેલિજન્સનો સહારો લઇને તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સાદુલભાઇની હત્યા અન્ય કોઇએ નહી પરંતુ તેમની પત્ની જ્યોતિએ કરી હતી.

Botad:  20 વર્ષીય કોલેજીયન યુવતીએ કરી આત્મહત્યા, મોતના 6 દિવસ બાદ સુસાઈડ નોટ જોતા જ પરિવારના પગ નિચેથી જમીન સરકી ગઈ

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે પત્ની જ્યોતિએ વાછરડું ખોવાઈ ગયું છે એમ કહી તેના પતિ સાદુલભાઈને ખેતરે લઈ જઈ કૂવામાં ધક્કો મારી કરી હત્યા કરી હતી. પોલીસે આરોપી પત્ની તેના પ્રેમી સહિત અન્ય એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી જાણકારી અનુસાર, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આસુંદર ગામે આડા સંબંધ ધરાવતી પત્ની જ્યોતિએ પ્રેમી મેહુલ મીર સાથે મળીને સોપારી આપી પતિ સાદુલભાઇની હત્યા કરાવી હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

Botad:  20 વર્ષીય કોલેજીયન યુવતીએ કરી આત્મહત્યા, મોતના 6 દિવસ બાદ સુસાઈડ નોટ જોતા જ પરિવારના પગ નિચેથી જમીન સરકી ગઈ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે જ્યોતિના મેહુલ મીર નામના નજીકના સંબંધી સાથે આડા સંબંધો હતા. મૃતક સાદુલ ભાઈ ને બાળકો ન થતા હોવાના કારણે ટ્રીટમેન્ટ ચાલતી હતી અને તે દરમિયાન મૃતકની પત્નીએ મેહુલ મીર સાથે આડા સંબંધો બાંધ્યા હતા. આ સંબંધોમાં જ્યોતિએ બાળકોને જન્મ આપ્યો હતો. જેને કારણે મૃતકે વારંવાર બાળકો કોના છે એ બાબતે પૂછતા પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા.  આડા સંબંધોમાં આડ ખીલી રૂપ ઊભા થયેલા પતિનું કાસળ કાઢી નાખવા માટે જ્યોતિ અને તેના પ્રેમીએ પોતાના નજીકના મિત્ર એવા અનિલ હળપતિને દસ હજાર રૂપિયા આપી હત્યાનું કાવતરું રચ્યું હતું. પોલીસની પકડમાં આવેલા ત્રણેય આરોપીઓએ વાછરડુ ખોવાઈ ગયું છે એમ કહીને મૃતક સાદુલભાઈને ખેતરે લઈ ગયા હતા અને કૂવામાં ધક્કો મારી દીધો હતો. કૂવામાં પડેલા સાદુરભાઈનું મોત નીપજતા સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસની સજાગતા એ કાવતરા પરથી પડદો ઉંચકી દીધો છે અને ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
Embed widget