(Source: ECI/ABP News/ABP Majha)
Heart Attack: હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત, ભાવનગરમાં અલંગ શિપ યાર્ડમાં કામ કરતા યુવકનું હૃદય થયું બંધ
રાજ્યમાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલો થંભવાનું નામ નથી લેતું ભાવનગરમાં વધુ એક યુવકનું હાર્ટઅટેકના કારણે મોત થયાના અહેવાલ છે.
Heart Attack Death: ભાવનગરમાં વધુ એક હૃદય ધબકાર ચૂકી ગયું, ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં કામ કરતા યુવકને હાર્ટ અટેક આવતા પળવારમાં શ્વાસ થંભી ગયા હતા.
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે ભાવનગરથી વધુ એક વ્યક્તિના હાર્ટ અટેકથી મોતના અહેવાલ મળ્યાં છે.
ભાવનગરના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં કામ કરતા શ્રમિકનું હાર્ટ એટેકથી મોત થયું છે. અલંગ શિપ યાર્ડના પ્લોટ 128માં કામ કરી રહેલા બિહારી યુવાનને હાર્ટ અટેક આવતા તેઓ ઢળી પડયા હતા. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનું તારણ આપ્યું હતું.
બિહારથી મજૂરી કામ માટે ભાવનગર આવેલા આ યુવક સંજયસિંહ રામનિવાસસિંહ ભાવનગર શિપ બ્રેકિંગ યાર્ડમાં શિપ તોડવાનું કામ કરતા હતા. તેઓ જ્યારે યાર્ડમાં આ કામ કરતા હતા ત્યારે અચાનક ઢળી પડ્યાં અને મોતને ભેટયા હતા. ઘટના બાદ તાબડતોબ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમા હાર્ટ અટેકથી મોત થયાનું તારણ સામે આવ્યું છે.
તો ગઇ કાલે પણ ભાવનગરમાં હાર્ટ અટેકે એક મહિલાનો જીવ લીધો હતો. ભાવનગરમાં પણ હાર્ટ અટેકથી મોત થવાનો સિલસિલો યથાવત છે.શહેરના રસાલા કેમ્પમાં રહેતા આધેડ મહિલાનું હાર્ટ અટેક થી મોત થયું છે, 55 વર્ષિય સુશીલાબેન સીંદાણાને અચાનક છાતીમાં દુખાવો થતાં સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. ભાવનગરમાં એક સપ્તાહમાં હાર્ટ એટેક થી ત્રીજું મોતની ઘટના છે. હાર્ટ અટેકથી સતત થઇ રહેલા મોતએ લોકોમાં ચિંતા વધારી છે.
સુરત ના કતારગામ વિસ્તારમાં શેર બજાર નું કામ કરતા 48 વર્ષીય વ્યક્તિ ને હાર્ટ અટેક આવતા તેઓ બાથરૂમમાં ઢળી પડ્યાં હતા.મૂળ બોટાદ જિલ્લાના જલાલપોર ગામ ના વતની દિલીપ ભાઈ રતિલાલ કાછડીયા રાત્રે હાર્ટ અટેક આવતા તેઓ બાથરૂમ જતા અચાનક ઢળી પડયા હતા. આખરે બાથરૂમ નો દરવાજો તોડી દિલીપ ભાઈ ને બહાર કાઢવા પડ્યા હતા. બાદ તેઓને 108માં મ સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા. જો કે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં.
સુરત જિલ્લામાં જ ટેલરિંગનું કામ કરતા વસંત ભાઈ ચૌધરીનું હાર્ટ અટેકથી મોત થયું છે. તેમને છાતીમાં દુખાવો થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા તેઓ મૂળ આંબાવાડી ગામે રહેતા હતા.
સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો છે. 27 વર્ષિય ,સંજય ચૌહાણનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુરતના બમરોલીમાં વિસ્તામાં યુવક ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો. પરિવારે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન હતો બચાવી શકાયો. તબીબે તેમને મૃત જાહેર કર્યો. સંજયના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઇ અને માતા-પિતા છે. સંજયના અકાળે નિધનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.