શોધખોળ કરો

જેટકોના ઉમેદવારોને મોટી રાહત, હવે આ પરીક્ષા આપવી નહીં પડે

જેટકોના એમડી સાથેની બેઠક નિષ્ફળ જતા આંદોલન ઉગ્ર બન્યુ હતું. આજે મોટી સંખ્યામાં ઉમેદવારોએ જેટકોના એમડીને રજૂઆત કરી હતી પરંતુ આ બેઠક નિષ્ફળ રહી હતી.

GETCO Exam: જેટકોમાં વિદ્યુત સહાયક ભરતીમાં એક હજાર 224 ઉમેદવોરોને ન્યાય મળ્યો છે. આ ઉમેદવારોને ફક્ત પોલ ટેસ્ટ આપવાનો રહેશે. તેમને લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. જેટકોના આ નિર્ણયથી ઉમેદવારોમાં આનંદની લાગણી છે. વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા એકાએક રદ કરતા ઉમેદવારોએ જેટકો ઓફિસે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.

નોંધનીય છે કે, ભરતી પરીક્ષાના વિવાદ બાદ જેટકોએ મોટી કાર્યવાહી કરી હતી.  મળતી જાણકારી અનુસાર, પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે જેટકોના છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ પ્રક્રિયામાં મહેસાણા, ધાનેરાના અધિકારીઓની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્ડેડ અધિકારીઓમાં મહેસાણા ડિવીઝનના ડેપ્યુટી ઈજનેર કે.એચ.પરમાર, ધાનેરાના કાર્યપાલક ઈજનેર એસ.આર. યાદવ, મહેસાણાના કાર્યપાલક ઈજનેર બી.જે. ચૌધરી ઉપરાંત અન્ય ત્રણ અધિકારીનો સમાવેશ થાય છે.  પરીક્ષા રદ્દ કરવાની પરિસ્થિતિ, જેટકો તથા સરકારની થયેલી બદનામી મુદ્દે અધિકારીઓને જવાબદાર ઠેરવી ચીફ એન્જિનિયર એ.બી. રાઠોડે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

જેટકોના એમડી સાથેની બેઠક નિષ્ફળ જતા આંદોલન ઉગ્ર બન્યુ હતું. આજે મોટી સંખ્યામાં ઉમેદવારોએ જેટકોના એમડીને રજૂઆત કરી હતી પરંતુ આ બેઠક નિષ્ફળ રહી હતી. બાદમાં હવે ઉમેદવારોએ જાહેરાત કરી હતી કે  હવે પોલ ટેસ્ટ આપ્યા બાદ ગાંધીનગરમાં આંદોલન કરાશે.

જેટકોએ લીધેલ વિદ્યુત સહાયક ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા રાજકોટ, ભરૂચ, મહેસાણા સેન્ટરમાં લેવામાં આવી હતી. ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદો ઉઠી હતી. ફરિયાદ બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે પોલ ટેસ્ટની પરીક્ષા સમયે ગેરરીતિ આચરવામાં આવી હતી. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમના માટે જ ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

Embed widget