(Source: ECI/ABP News/ABP Majha)
A Nation to Protect: વડાપ્રધાન મોદીની કોરોના સામેની લડાઇની યશગાથા
વર્ષ 2020 અને 2021 સમગ્ર વિશ્વ માટે ખૂબ કપરાં રહ્યાં છે. આ બે વર્ષો દરમિયાન સમગ્ર વિશ્વના લોકો નવીન પ્રકારના કોરોના વાયરસના કારણે ફેલાયેલા એક પ્રચંડ રોગચાળા સામે લડ્યા
વર્ષ 2020 અને 2021 સમગ્ર વિશ્વ માટે ખૂબ કપરાં રહ્યાં છે. આ બે વર્ષો દરમિયાન સમગ્ર વિશ્વના લોકો નવીન પ્રકારના કોરોના વાયરસના કારણે ફેલાયેલા એક પ્રચંડ રોગચાળા સામે લડ્યા.પોતાના સ્વજનોને ગુમાવી દીધા તેવા લોકો, બહાદુર ફ્રન્ટલાઇન વોરિયર્સ, આરોગ્યકર્મીઓ અને એવા દેશો જ્યાં કોવિડ-19 વાયરસના કારણે મોટી સંખ્યામાં નાગરિકોના મોત નીપજ્યાં, એપ્રિલ 2020થી નવેમ્બર 2020 દરમિયાન પહેલી લહેર, માર્ચ 2021થી જૂન 2021 દરમિયાન વધુ ખતરનાક અને વિકરાળ બીજી લહેર અને ડિસેમ્બર 2021થી શરૂ થયેલી ત્રીજી લહેરનો સમાવેશ થાય છે. ભૂખમરો અને સામૂહિક મૃત્યુની જે આગાહીઓ થઈ રહી હતી, તેને જોતાં વૈશ્વિક મીડિયાએ સહજ ધારણા બાંધી લીધી હતી કે જો પશ્ચિમી રાષ્ટ્રો આ વાયરસને કાબૂ કરી શકતા નથી તો નબળી સામાજિક-આર્થિક પરિસ્થિતિ અને નબળા આરોગ્ય માળખાં સાથે ભારતમાં તો આ વાયરસ સામે લડવાની કોઈ તાકાત જ નથી.
A Nation to Protect: વડાપ્રધાન મોદીની કોરોના સામેની લડાઇની યશગાથા, સાંભળો લેખિકા પ્રિયમ ગાંધીએ શું કહ્યુ? @PMOIndia @AmitShah @BJP4Gujarat @PriyamGM @PMOIndia pic.twitter.com/ZyAXYCG4EN
— ABP Asmita (@abpasmitatv) April 14, 2022
જ્યાં અત્યાર સુધીમાં 175 કરોડ રસીના ડોઝ અપાઈ ચૂક્યાં છે. આ બાબતે વિવેચકોને ભયંકર આશ્ચર્યમાં મૂકી દીધા છે, જેમણે એવી આગાહી કરી હતી કે ભારતને તેની સમગ્ર વસ્તીને રસી આપવામાં ઓછામાં ઓછો એક દાયકો લાગશે.
નાગરિકોમાં પ્રચંડ ભય ફેલાયો હતો, ત્યારે એક વ્યક્તિ હતા જેમણે આ વાયરસ સામે લડવાની અને અંધકારમય સમયને પાર કરવાની આપણી ક્ષમતામાં ક્યારેય પણ વિશ્વાસ ગુમાવ્યો નથી. આ વ્યક્તિ છે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી. 100 વર્ષે એકવાર સર્જાતી મહામારી જ્યારે આપણા પર ત્રાટકી ત્યારે તેમના ઉપર વિશ્વની કુલ વસ્તીના છઠ્ઠા ભાગના લોકોની જીવનસુરક્ષાની જવાબદારી હતી, અને તેથી પણ વધુ વ્યાપક ફરજ હતી વિશ્વના અન્ય દેશોને સમયસર જીવન બચાવી શકે તેવી દવાઓ અને રસીઓ પોસાય તેવા ભાવોએ પહોંચાડવાની. મીડિયાના ઘણા વિભાગોએ આ મહામારી દ્વારા દેશને વિભાજિત કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, સફળતાપૂર્વક આત્યંતિક પક્ષપાત અને મતભેદનું વાતાવરણ નિર્મિત કર્યું. કેટલાક વડાપ્રધાનના પ્રશંસકોની સાથે હતા જેઓ વાયરસથી બચવાના ભારત સરકારના પ્રયાસોનો બચાવ કરતા હતા, જ્યારે બાકીના એવા લોકો હતા જેઓ સરકારથી કાયમ અસંતુષ્ટ રહેતા હતા. વિશ્વભરના ઘણા લોકો, ભારત કેવી રીતે કોવિડ-19ની આ ભરતીને વિકાસની તકમાં ફેરવવામાં સફળ થયું તેની સંપૂર્ણ વાત જાણવા માંગશે. લેખિકાએ ગ્લોબલ રિસ્પોન્સની પરિસ્થિતિ સહિત કોમ્પિટિટિવ ફોર્મેટમાં તથ્યો, સંદર્ભો અને હાર્ડ ડેટા આધારિત માહિતી રજૂ કરી છે. આ પુસ્તકનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે કે, આપણે હવે નવા ભારતના યુગમાં છીએ જે મજબૂત છે, વિકાસ કરવાના તેના સંકલ્પમાં અવિચળ છે અને કટોકટીની પરિસ્થિતિથી અવિચલિત છે. ભારત હવે વિશ્વમાં પોતાનું સ્થાન શોધી નથી રહ્યું, પરંતુ માનવતા અને વિશ્વના ભલા માટે આત્મવિશ્વાસથી પોતાનું યોગદાન આપી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ 2014માં સત્તા સંભાળી ત્યારથી જ આ વિઝન સાચા અર્થમાં અમલમાં મૂકવામાં આવ્યું હતું. સાદા શબ્દોમાં કહીએ, તો એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય, કે કોવિડ પ્રત્યે ભારતનો પ્રતિસાદ યોગ્ય, પર્યાપ્ત અને મોટાભાગે અસરકારક એટલા માટે હતો કારણ કે વડાપ્રધાને તેમના પ્રથમ કાર્યકાળની શરૂઆતથી મહામારી સુધી જે પહેલો રજૂ કરી હતી, તે પહેલો તેની પરાકાષ્ઠાએ પહોંચી હતી. લેખકની વડાપ્રધાન સાથેની વિસ્તૃત વાતચીત પુસ્તકમાં ઘણી જગ્યાએ દર્શાવવામાં આવી છે. તેમનો દ્રષ્ટિકોણ મહામારી દરમિયાન આપણી સરકાર દ્વારા કરવામાં આવેલી ઘણી પહેલોને અર્થસભર બનાવે છે. વિશ્વની પ્રવર્તમાન પરિસ્થિતિની તુલનામાં મહામારી સામે ભારતની પ્રતિક્રિયાનું સચોટ વર્ણન કરવું એ આ પુસ્તકનો ઉદ્દેશ છે.
350થી વધુ પેજના આ પુસ્તકના પ્રકરણોને બે વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. ભારતના નીતિ પ્રતિભાવ અને તેના રોગચાળાના અનુભવને બારીકાઇથી જુએ છે. કોવિડ-19 સંક્રમણ ભારતમાં ફેલાયું ત્યારે ભારતને આગામી હોટસ્પોટ હોવાનું માનવામાં આવતું હતું. દાયકાઓની બેદરકારીને કારણે, આપણું સ્વાસ્થ્ય માળખું નબળું હતું અને લગભગ જરૂરી સાધનોની અછત હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ભારત તેની શેરીઓમાં મૃતદેહોના ઢગલા જોશે, વૃદ્ધો બચી શકશે નહીં અને હકીકતમાં ભારતને કારણે રોગચાળા સામેના વૈશ્વિક પ્રતિસાદમાં પણ અસર થશે. એપ્રિલ 2020થી જ આપણા વડાપ્રધાને કામગીરીનું નેતૃત્વ લીધું અને રસીની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે મોટાપાયે રોકાણ શરૂ કરી દીધું. આપણા ટાસ્ક ફોર્સે સ્થાનિક તેમજ વિદેશી ઉત્પાદકો સાથે ચર્ચા શરૂ કરી. ભારત સરકાર તરફથી સંદેશ સ્પષ્ટ હતો - અમે પ્રુફ ઓફ કોન્સેપ્ટ માટે રિસ્ક ફન્ડિંગ, જો જરૂરી હોય તો એડવાન્સિસ, સમયસર મંજૂરીઓ અને અન્ય તમામ નિયમનકારી સહાય આપવા માટે તૈયાર છીએ.
બીજી લહેર દરમિયાન વિપક્ષે વિદેશી રસીઓની માંગણી કરી. શું ભારતે 7 ડોલર પ્રતિ ડોઝની આકરી કિંમત પર 5 કરોડ ડોઝ લેવા માટે ઝીરો લાયબિલીટી ક્લોઝ અને સોવરેન ઇમ્યૂનિટી વેવરની માંગણી સ્વીકારવી જોઇતી હતી ? ખામીયુક્ત PPE અને ટેસ્ટિંગ કિટ્સ પ્રાપ્ત કર્યા પછી અને સ્થાનિક કક્ષાએ માસ્ક, વેન્ટિલેટર, PPE કિટ અને રસીઓનું ભાગ્યે જ કોઈ ઉત્પાદન હોવાની સ્થિતિમાં આત્મનિર્ભર ભારત એ એકમાત્ર રસ્તો હતો જેનાથી ભારત સુરક્ષા, સ્વતંત્રતા અને સામર્થ્ય પ્રાપ્ત કરશે. આ સાધનોની સંખ્યા વધારવામાં મળેલી સફળતા 'આત્મનિર્ભરતા'ના મહત્વ અને ફાયદાઓ દર્શાવે છે.
સોનિયા ગાંધી દ્વારા સરકારને મહામારી સમયે લખવામાં આવેલ એક પત્રમાં જણાવવામાં આવ્યુ હતુ કે કોંગ્રેસ પક્ષ સ્થળાંતર કરનાર શ્રમિકોની શ્રમિક ટ્રેનોની ટિકિટ માટે ચૂકવણી કરશે. જોકે હજુ સુધી કોંગ્રેસ તરફથી આ માટે કોઈ ફંડ મોકલાવવામાં આવ્યુ નથી.
કોરોનાની બીજી લહેર દરમિયાન જ્યારે ઓક્સિજનની તંગી આવી તે સમયે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા બેજવાબદારી પુર્વક ઓક્સિજન કેટલુ રિ-ફિલર્સ માટે કેટલું જઈ રહ્યું છે, હોસ્પિટલોની સંખ્યા અને બ્લેક માર્કેટિંગ અંગે નોંધણી કર્યા વગર જ ઓક્સિજનનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં આવી ન હતી.સુપ્રીમ કોર્ટની ટાસ્ક-ફોર્સે પણ એ વાત સાથે સહમતી સાધી છે કે આમ આદમી પાર્ટીની સરકારે જરૂરિયાત કરતાં 4-5 ગણા વધુ ઓક્સિજનની માંગ કરી હતી.
છેલ્લા બે વર્ષથી વડાપ્રધાને દેશમાં થતી કડવી રાજનીતિ પર મૌન રહેવાનું પસંદ કર્યું છે અને પહેલા દેશને સુરક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે જ્યારે દેશના લોકો પૂરતા પ્રમાણમાં સુરક્ષિત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરતું તૈયાર થઈ રહ્યુ છે ત્યારે વડાપ્રધાને રાજકીય ટીકાનો જવાબ આપ્યો છે જ્યારે વિપક્ષે વાયરસ સામેની લડાઈમાં જોડાવાને બદલે સમાજને ભડકાવવા અને તેને પહેલા કરતા વધુ પક્ષપાતી બનાવવાના સતત પ્રયાસો કર્યા છે.