Gir Somnath: તમારા બાળકને એકલું મુકતા પહેલા વિચારજો, કોડીનારમાં રખડતા શ્વાને બાળકને ફાડી ખાતા અરેરાટી
ગીર સોમનાથ: રાજ્યમાં હજુ રખડતા ઢોરનો ત્રાસ ઓછો નથી થયો ત્યાં શ્વાનનો આતંક લોકોના જીવ લઈ રહ્યો છે. આવી ઘટના સામે આવી છે ગીર સોમનાથ ખાતે, અહીં કોડીનાર રેલવે સ્ટેશન નજીક બાળકને શ્વાને ફાડી ખાતા બાળકનું મોત નિપજ્યું છે.
ગીર સોમનાથ: રાજ્યમાં હજુ રખડતા ઢોરનો ત્રાસ ઓછો નથી થયો ત્યાં શ્વાનનો આતંક લોકોના જીવ લઈ રહ્યો છે. આવી ઘટના સામે આવી છે ગીર સોમનાથ ખાતે, અહીં કોડીનાર રેલવે સ્ટેશન નજીક બાળકને શ્વાને ફાડી ખાતા બાળકનું મોત નિપજ્યું છે. ગીર ગઢડાના સોનપરા ગામે બાળક પોતાના મામાના ઘરે આવ્યો હતો, તે દરમિયાન કોડીનાર રેલવે સ્ટેશન નજીક આ બનાવ બન્યો. ગઈકાલ સાંજે બાળકને શ્વાને ફાડી ખાતા મોત નિપજ્યું હતું. ઘાયલ બાળકને પ્રથમ રાણાવાળા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યા ડોક્ટરે તેને મૃત ઘોષિત કરતા સરકારી હોસ્પિટલ પીએમમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
સુરતમાં નાસ્તો કરવા ગયેલા યુવકની ઘાતકી હત્યા
સુરતના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પાંડેસરા પ્રમુખ પાર્ક બ્રિજ પાસે નાસ્તાની દુકાને એક યુવકની વિભૂતિ નામના યુવક સાથે સામાન્ય બોલાચાલી થતાં વિભૂતિએ લાકડાનો ફટકો વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક બ્રિજ નીચે રહેતો વિનોદ કુમાર બ્રિજની નીચે આવેલ એક ચા નાસ્તાની દુકાનમાં ગયો હતો. ચા નાસ્તાની દુકાન ધરાવતા વિભૂતિ શાહુ સાથે વિનોદ કુમારની ચા નાસ્તાના બાકી નીકળતા પૈસાને લઈ સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી વધુ ઉગ્ર થતા વિભૂતિ જયરામ શાહુ અને અન્ય તેના સાગરીતોએ મળી એકાએક વિનોદ કુમાર પર લાકડાના ફટકા વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ વિનોદ કુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતા તાત્કાલિક પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મરણજનાર વિનોદ કુમારનો મૃતદેહ પીએમ અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે એસીપી ઝેડ આર દેસાઈ જણાવ્યું હતું કે પાંડેસરા પોલીસ મથકના વિસ્તારમાં ડીંડોલી બ્રિજ નીચે નાસ્તાની લારી પર સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી ઝઘડા સુધી પહોંચી જતા વિભૂતિ શાહુ નામના આરોપીએ વિનોદ કુમાર નામના ઈસમને ફટકો મારતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતા તાત્કાલિક ઘટનાની સ્થળે દોડી આવી વિભૂતિ નામના ઈસમ સહિત તેની સાથે સંકળાયેલા અન્ય ઇસમો વિરોધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હત્યાનું મુળ કારણ પૈસાની નાની મોટી લેવડ દેવળ હતી. નાસ્તાની લારી પર પૈસાની ઉઘરાણી કરતા હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.