શોધખોળ કરો

રાજ્યમાં હાર્ટથી વધુ એક યુવતીએ ગુમાવી જિંદગી, 18 વર્ષિય જિજ્ઞાનું ઊંઘમાં જ હૃદય થઇ ગયું બંધ

રાજ્યમાં સતત હાર્ટ અટેકથી મોતના વધતા જતાં કિસ્સાએ ચિંતા વધારી છે. આજે ભાવનગરના દેવલી ગામ હાર્ટ અટેકના કારણે જ એક યુવતીએ જિંદગી ગુમાવી છે.

ભાવનગર:હાર્ટ અટેકથી મોતના કેસ સતત  વધી રહ્યાં છે. રાજ્યમાં સરેરાશ હાર્ટથી રોજ મોતની 3થી વધુ ઘટના બની રહી છે. આજે ભાવનગર જિલ્લાના દેવલી ગામે પણ યુવતીએ હાર્ટ અટેકથી જીવ ગુમાવ્યો છે

કોરોના કાળ બાદ સતત નાની વયે હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. હાર્ટ અટેક અને તેનાથી મોતના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આજે ભાવનગર તળાજા તાલુકાના નવા દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. જિજ્ઞા બારૈયા નામની યુવતી ખેતરે વાવેલ શીંગ કાપીને  પરત ધરે આવી હતી અને માતાને કહ્યું હતું કે,  ભવાઈ જોવા જવાનું છે  તો પહેલા થોડો આરામ કરી લઉં, બાદ ઊંઘમાં યુવતીનું હદય બંધ પડી ગયું હતું. 18 વર્ષની દીકરી જિજ્ઞાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબ ડૉક્ટરે જણાવતા પરિવાર પણ અચંબામાં પડી શોક મગ્ન છે. નાની વયે દીકરા –દીકરીઓના મોતથી સતત ચિંતા વધારો થયો છે.

રાજ્યમાં હ્રદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત છે, દરરોજ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત હવે અન્યે શહેરોમાંથી પણ હાર્ટ એટેકના મોતના સમાચારો સામે આવી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે જામનગરમાંથી વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક 37 વર્ષીય યુવાન હાર્ટ એટેકથી મોતને ભેટ્યો છે. 

મળતી માહિતી પ્રમાણે, જામનગર જિલ્લાના સિક્કા ગામમાં 37 વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, આ પછી તેને સારવાર અર્થે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો, આ 37 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. આ ઘટના ગઇ રાત્રે જામનગર જિલ્લના સિક્કા ગામે બની હતી. મૃતક સિક્કા ગામના મારુતિનગરનો રહેવાસી છે, જેનું નામ જયવંતસિંહ વાળા છે. હાર્ટ એટેકથી યુવાનું અચાનક મોત થઇ જતા સમગ્ર ગામ અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત

તારીખઃ 15 ઓક્ટોબર 2023

સ્થળઃ ઈચ્છાપોર, સુરત

માતાજીની મૂર્તિ લઈને પરત

ફરતા સમયે હાર્ટ એટેકથી મોત

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ પાદરા

યુવક ઓચિંતા ઢળી પડ્યો

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ ગોધરા

શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ

બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર

મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ

ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ વડોદરા

કારેલીબાગના 26 વર્ષીય યુવકનું

હાર્ટ એટેકથી નિધન

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ ઓલપાડ

42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર

બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને

છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો

તારીખઃ 10 ઓક્ટોબર 2023

સ્થળઃ જામનગર

ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા

દરમિયાન હાર્ટ એટેક આવતા મોત

તારીખઃ 5 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય

યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન

તારીખઃ 25 સપ્ટેમ્બર 2023

સ્થળઃ જામનગર

ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને

હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget