Surendranagar: વઢવાણ તાલુકાના સાંકળી ગામે જૂથ અથડામણ, 15 લોકો થયા ઇજાગ્રસ્ત
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના સાંકળી ગામે જૂથ અથડામણની ઘટના બની હતી.
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના સાંકળી ગામે જૂથ અથડામણની ઘટના બની હતી. સાંકળી ગામે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. બંન્ને જૂથના લોકો ધારીયા અને લાકડીઓથી એકબીજા પર તૂટી પડ્યા હતા. આ જૂથ અથડામણમાં બંન્ને જૂથના 15 લોકોને ઇજાઓ થતા 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું હતું કે ખેતરની જમીન બાબતે જૂથ અથડામણ થયુ હતું. વઢવાણ પોલીસ સાંકળી ગામે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. કોઇ અનિચ્છનિય ઘટના બના બને તે માટે હાલમાં ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે.
Dahod: દાહોદમાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાને પતિએ આપી તાલિબાની સજા, જાહેરમાં માર મારવાનો વીડિયો વાયરલ
દાહોદ: ફતેપુરાના મારગાળામાં મહિલા અને તેના પ્રેમીને તાલીબાની સજા કરવામાં આવી છે. આ અંગને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મારગાળાની પરીણીતા તેના પ્રેમી સાથે ભાગી જતા મહીલાના પતિ અને કુટુંબીજનોએ તેને પકડી પાડી હતી અને જાહેરમાં માર માર્યો હતો. વાયરલ વીડિયોને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ 3 થી 4 લોકોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે.
રાજુલામાં દરિયામાં ડૂબતા યુવકને બચાવવા ધારાસભ્ય હીરા સોલંકીએ લગાવી છલાંગ
અમરેલી: રાજુલાના પટવા ગામમાં 4 યુવાનો દરિયામાં ડૂબ્યા હતા. જેનમાંથી 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી હતી. આ યુવાનના શોધવા ધારાસભ્ય હીરા સોલંકી પણ દરિયામાં પડ્યા હતા. કલાકોની મહેનત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો
યુવાનની લાશ મળતા ધારાસભ્ય હીરા સોલંકીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રાંત અધિકારી કુલદીપ સિંહ વાળા,મામલતદાર સહિત વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય સવારથી અત્યાર સુધી યુવાનને બચાવવા શોધખોળ કર્યા બાદ અંતે લાશ મળી આવી હતી.