શોધખોળ કરો

Murder: આફ્રિકામાં ગુજરાતીની યુવકની ગોળી મારી હત્યા, મોબાઇલ શોપમાં લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા લૂંટારાઓ

વિદેશમાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી

ભરૂચઃ વિદેશમાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આફ્રિકાના જ્હોનિસબર્ગમાં મોબાઈલ શોપમાં લૂંટ કરવા આવેલા લૂંટારુઓએ યુવકની ગોળી મારી હત્યા કરી હતી. જુબેર પટેલ જંબુસરથી રોજગારી માટે  આફ્રિકા ગયા હતા. પરંતુ તેમની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છે.

Morabi Bridge collapse: મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાની નોટિસ મામલે જાણો નગરસેવકોએ શું આપ્યો જવાબ

Morabi Bridge collapse Update: મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મોરબી નગરપાલિકાના ૪૦થી વધુ નગરસેવકોએ નગરપાલિકા સુપરસીડ કરવા અંગે અપાયેલી નોટિસનો જવાબ આપ્યો છે. નગરસેવકોએ અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી સમક્ષ સોગંદનામા પર પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 263(1) એક હેઠળ અપાયેલી નોટિસ વ્યાજબી નહીં હોવાનો નગરસેવકોનો દાવો છે.

કલમ 263(1) હેઠળની કાર્યવાહી માટેના ઘટકો પૂર્ણ નહીં થતાં હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટમાં પણ સમગ્ર નગરપાલિકાની બેદરકારી હોવાનું ક્યાંય સામે નથી આવ્યું તેવી રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે માત્ર પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરે ઓરેવા કંપની સાથે કરાર કર્યો અને જનરલ બોર્ડની મંજૂરી પણ ના લીધી ત્યારે આવા કરાર માટે તમામ નગર સેવકો જવાબદાર ઠેરવી શકાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી.

સરકારે આપેલી નોટિસ એ રેકર્ડ પરની બાબતોને સમીક્ષા કર્યા વગરની અને આ નોટિસ સરકારી સત્તાનો દુરુપયોગ હોવાનો દાવો કરવામાં આવ્યો. નગરસેવકોએ વૈધાનિક ચૂંટણી પ્રક્રિયામાં પ્રજાએ ચૂટેલા સભ્યો છે અને કલમ 263 હેઠળ નગરપાલિકાને સુપરસીડ કરવાની જો કામગીરી કરવામાં આવે તો તે પ્રજાનો અવાજ દબાવવાની કોશિશ ગણાશે આવી કોશિશ લોકતાંત્રિક મૂલ્યની વિરુદ્ધ હોવાની પણ રજૂઆત કરવામાં આવી. નગરસેવકોએ આપેલા જવાબમાં ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 37 હેઠળ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનને ગેરલાયક ઠેરવવા જોઈએ એવી પણ રજૂઆત કરવામાં આવી.

 મોરબી ઝુલતા પુલના 22 કેબલ કાટવાળા હોવાથી સર્જાઇ દુર્ઘટના: SIT

 મોરબી પૂલ દુર્ઘટનામાં રાજ્ય સરકારે નીમેલી ટીમ (SIT)નો પ્રાથમિક રિપોર્ટ સોપ્યો છે.  આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ અનુમતિ જરૂરી હતી, જે લેવામાં નહોતી આવી. તે ઉપરાંત આ કરાર બાદ પણ જનરલ બોર્ડમાં આ અંગેની સંમતિ માટેનો મુદ્દો નહોતો મૂકવામાં આવ્યો. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે  પૂલના મુખ્ય બે કેબલમાંના એકમાં કાટ લાગી ગયો હતો અને દુર્ઘટના તાં પહેલાં જ તેના લગભગ અડધા વાયરો તૂટી ગયા હોઇ શકે  પૂલનો મુખ્ય કેબલ  કટાઇ જતાં તૂટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ કેબલ બનાવવા માટે કુલ 49 વાયરને સાત સ્ટ્રેન્ડમાં એકસાથે જોડવામાં આવ્યા હતા. આ 49 વાયરોમાંથી 22 કાટવાળા હતા. જેને કારણે તે પહેલાં જ તૂટી ગયા હશે. બાકીના 27 વાયર દુર્ઘટના સમયે તૂટ્યા હોવાની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala | ચૂંટણી પૂર્ણ થતાં જ રૂપાલા જયરાજસિંહને મળવા પહોંચ્યા | શું થઈ વાતચીત?Navsari News | નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતાBharat Sutariya Vs Kacnhadiya | થેંક્યું ન બોલી શકે એવાને ભાજપે ટિકિટ આપી, પત્ર લખી કહ્યું થેંક યુHun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભડકાનું કારણ શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Chips Packets:  એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું
Chips Packets: એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું
Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના
Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
Embed widget