શોધખોળ કરો

Bharuch: પૂરના પાણીમાં ફસાયા આધેડ, આખી રાત લીમડાના ઝાડ ઉપર બેઠા, NDRF એ કર્યું રેસ્ક્યૂ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની છે.  ગત રોજ રાત્રે ખેતરમાં ગયેલ આધેડ પુરના પાણીમાં ફસાયા હતા.  

ભરુચ: નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે.  ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ ખાતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે આજે નર્મદા નદીની જળ સપાટી 35 ફૂટને અડી ગઈ હતી. ગોલ્ડનબ્રિજ પર નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે, જેનાથી 10 ફૂટ ઉપર પાણી વહી રહ્યું છે. 

આધેડ પુરના પાણીમાં ફસાયા હતા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની છે.  ગત રોજ રાત્રે ખેતરમાં ગયેલ આધેડ પુરના પાણીમાં ફસાયા હતા.  આખી રાત લીમડાના ઝાડ ઉપર બેસીને પસાર કરી હતી.  આજે પોલીસ અને NDRFની મદદથી તપાસ કરતા વૃક્ષ ઉપર મળી આવ્યા હતા. સ્થાનિક લોકો અને NDRFની મદદથી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા.

Bharuch: પૂરના પાણીમાં ફસાયા આધેડ, આખી રાત લીમડાના ઝાડ ઉપર બેઠા, NDRF એ કર્યું રેસ્ક્યૂ  

નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી

નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરના પાણી ઘરમાં ઘૂસ્યા હતા. લોકો પોતાના ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. અનેક વિસ્તારમાં અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. 

ભરૂચ જિલ્લામાં હાલ 12 થી વધુ આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા છે જ્યાં ખાવા પીવા અને આરોગ્યની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં હાલમાં એક એસડીઆરએફ અને એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લોકોના જનજીવનને ભારે અસર પહોંચી છે. 

રાજ્યમાં NDRF અને SDRFની 10 ટીમો તૈનાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે રાજ્યમાં NDRF અને SDRFની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદમાં પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11 હજાર 900 લોકોનું સ્થળાંતર કરાયુ છે. તે સિવાય મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં 270થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ પ્રશાસનની સુચનાનું પાલન કરે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારોCM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ

Embed widget