Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનું જોર ઘટ્યું છે. તેમ છતા હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.

Gujarat Rain Forecast : રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનું જોર ઘટ્યું છે. તેમ છતા હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન છે.
10 ઓગસ્ટની આસપાસની બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાશે. જેની અસરથી રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે 10 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં 15 ઓગસ્ટ બાદ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં વરસાદનો નવા રાઉન્ડ 15 ઓગસ્ટથી શરૂ થશે અને 23 ઓગસ્ટ સુધી મેઘરાજા રાજ્યમાં ધમાકેદાર બેટીંગ કરશે.
15 ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ પડશે, પરંતુ 15 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધશે એટલે કે ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદનું અનુમાન છે. 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી શકે તેમ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિબાગના મોડલ મુજબ ગુજરાતમાં 15 ઓગસ્ટ પહેલા મધ્યમ અને 15 ઓગસ્ટ બાદ ભારે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
વરસાદના લાંબા વિરામ બાદ ફરી ગુજરાતમાં મોનસૂન એક્ટિવ થાય તેવા એેંધાણ જોવા મળી રહ્યાં છે. હવાાન વિભાગ સહિતના અનેક વેઘરના મોડલ આગામી દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી રહ્યાં છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે અત્યાર સુધીમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછુ રહ્યું છે. ઉપલેટા, ધોરાજી, રાજકોટ, જામનગર જિલ્લામાં ખાસ કરીને વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે. ત્યારે હવે ખેડૂતો માટે સારા સમાચાર છે. 15 ઓગસ્ટ બાદ ભારે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. રાજ્યમાં સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. 15થી 21 ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર વધવાની શક્યતા છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે.





















