Gir Somnath : વેરાવળ નજીક લાટી ગામ પાસે સરકારી અનાજનો જથ્થો ફેંકી દિધેલો મળી આવ્યો, કોણ ફેંકી ગયું સરકારી અનાજ?
Veraval News : આ સરકારી અનાજનો જથ્થો કોણ ફેંકી ગયું તે અંગે તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પ્રાથમિક તપાસમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા આ જથ્થો ફેંકાયાનું સામે આવ્યું છે.
![Gir Somnath : વેરાવળ નજીક લાટી ગામ પાસે સરકારી અનાજનો જથ્થો ફેંકી દિધેલો મળી આવ્યો, કોણ ફેંકી ગયું સરકારી અનાજ? A quantity of government foodgrains was found dumped near Lati village near Veraval in Gir Somnath Gir Somnath : વેરાવળ નજીક લાટી ગામ પાસે સરકારી અનાજનો જથ્થો ફેંકી દિધેલો મળી આવ્યો, કોણ ફેંકી ગયું સરકારી અનાજ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/172d28ba57f693f403ec7ae7baa5e6e6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Veraval : ગીર સોમનાથના વડુંમથક વેરાવળમાંથી સરકારી અનાજનો જથ્થો ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો છે. વેરાવળ નજીક લાટી ગામ પાસે સરકારી અનાજનો જથ્થો ફેંકી દિધેલો મળી આવ્યો છે. લાટી ગામે સરકારી સડેલી ચણાદાળની સેંકડો થેલીઓ કોઈ ફેકી જતાં ચકચાર મચી ગઈ છે. આ સરકારી અનાજનો જથ્થો કોણ ફેંકી ગયું તે અંગે તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પ્રાથમિક તપાસમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા આ જથ્થો ફેંકાયાનું સામે આવ્યું છે.
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
ગીર સોમનાથના લાટી ગામે ગ્રામ પંચાયતના સદસ્યો અને યુવાનો ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ કામ કરી રહેલ તે દરમિયાન ગામથી દોઢેક કિલોમીટર દૂર ગામના તળાવ પાસે સરકારી અનાજની સેંકડો થેલીઓ કોઈ ફેંકી ગયાનું સામે આવ્યું હતું.
લાટી ગામના તળાવ પાસે ખાડામાં સરકાર દ્વારા વિતરણ કરાતી ચણાદાળ સડેલી હાલતમાં કોઈ ફેકી ગયાનો વિડીયો સોશિયલ મીડિયા પણ વાયરલ થતાં તંત્રમાં પણ દોડધામ મચી હતી.
શું કહ્યું સુત્રાપાડા મામલતદારે?
આ મામલે તાત્કાલિક સુત્રાપાડા મામલતદારની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ નો ધમધમાટ આદર્યો હતો. મામલતદાર વી.એસ. ધાનાણીના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ જથ્થો વર્ષ 2020નો હોવાનું અને આ સમયે ગામના સસ્તા અનાજના દુકાનદાર ને ત્યાં ચેકિંગ દરિમયાન અનિયમિતતા જણાતા આ જથ્થો સીઝ કરાયો હતો. જો કે આ જથ્થો આ રીતે કોણ ફેંકી ગયું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે અને કસૂરવાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગાંધીનગરમાં વાન અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરના ચ - 6 સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમા એક યુવાનનું મોત થયું છે જ્યારે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. બાઈક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત બીજા યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)