શોધખોળ કરો

Botad: ક્યાંક તમે તો નથી ખાતાને ભેળસેળવાળો મરચા પાવડર, બોટાદમાં ઝડપાયો મોટો જથ્થો

બોટાદ: ભેળસેળ યુક્ત ખાદ્યસામગ્રી તંત્રએ લાલ આંખ કરી છે. બોટાદની પેઢી ખાતેથી રૂ. ૪.૮ લાખની કિંમતનો ૨૪૩૮ કિ.ગ્રા. ભેળશેળયુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

બોટાદ: ભેળસેળ યુક્ત ખાદ્યસામગ્રી તંત્રએ લાલ આંખ કરી છે. બોટાદની પેઢી ખાતેથી રૂ. ૪.૮ લાખની કિંમતનો ૨૪૩૮ કિ.ગ્રા. ભેળશેળયુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, બોટાદ જી.આઈ.ડી.સી. ખાતે મરચા પાવડરમાં ભેળશેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી પેઢી ખાતે તપાસ હાથ ધરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂ. ૫ લાખની કિંમતનો ૨૪૩૮ કિ.ગ્રા. ભેળશેળયુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

વિગતવાર માહિતી આપતા તેમણે જણાવ્યું કે, બોટાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બાતમીના આધારે મે. પાઠક સ્પાઈસીસ ઇન્ડસ્ટ્રીઝ રેડ કરતા સ્થળ પર મરચા પાવડરનાં જથ્થા સાથે કોર્ન પાવડર અને Oleoresin paprika મળ્યો હતો. આ સામગ્રી મરચા પાવડરમાં ભેળશેળ કરીને વેચાણ થતું હોવાની પ્રબળ આશંકાનાં આધારે પેઢીના માલિક ભરત દેગાની હાજરીમાં મરચા પાવડર, કોર્ન પાવડર અને Oleoresin paprikaના ૦૩ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે રૂ. ૪.૮ લાખની કિંમતનો આશરે ૨૪૩૮ કિ.ગ્રા. જેટલો શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં જપ્ત કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

દાહોદમાં પ્રિન્સિપાલની એક ભૂલના કારણે 10 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શક્યા નહોતા. મળતી જાણકારી અનુસાર, દાહોદ શહેર અને જિલ્લામાં 10 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ગુંદીખેડાની ગાયત્રી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સંજયભાઈને ડોક્યુમેન્ટ અને રૂપિયા આપ્યા હતા પરંતુ સંજયભાઈએ આ વિદ્યાર્થીઓના ફોર્મ જ ન ભર્યા નહી  જેના કારણે વિદ્યાર્થીઓને રિસીપ્ટ પણ ના મળી અને તેના કારણે તેઓ પરીક્ષામાં બેસી શક્યા ન હતા. પ્રિન્સિપાલની ભૂલના કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડ્યું હતું. આ કેસમાં વિદ્યાર્થીઓના વાલીઓએ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ કરતા તપાસ શરૂ કરાઈ હતી.

પ્રિન્સિપાલે ના ભર્યુ ફોર્મ

દાહોદ તાલુકાના ગુંદીખેડામાં શહેર સહિત તાલુકાના વિવિધ ગામના ધોરણ 10ના રીપીટરો પાસેથી ફોર્મ ભરવા માટે અસલી ડોક્યુમેન્ટ અને રૂપિયા લીધા છતાં પ્રિન્સિપાલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા ન હતાં. જેથી આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહેતાં રોષ ફેલાયો હતો. આ ઘટનાથી આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget