Panchmahal: BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પ્રિન્સીપાલે માર્યો ઢોર માર, આરોપી સામે કાર્યવાહી ન થતા પરિવાર પહોંચ્યો કલેક્ટર પાસે
પંચમહાલ: રેણાં મોરવા ખાતેની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાનો મામલો બહુ ગરમાયો છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં ન આવતા ભોગ બનેલ પરિવાર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યો
પંચમહાલ: રેણાં મોરવા ખાતેની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાનો મામલો બહુ ગરમાયો છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં ન આવતા ભોગ બનેલ પરિવાર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યો હતો. કોલેજના પ્રિન્સીપાલ ડો.વિજય પટેલ દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મરાયો હોવાનો વિદ્યાર્થી અને તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.
આ ઘટના અંગે વાત કરીએ તો, રેણાં મોરવા ગામે આવેલ જય જલારામ હોમીયોપેથી મેડિકલ કોલેજના પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પિડિત વિધાર્થી BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીને પાઇપ વડે માર મારી અંગૂઠા પકડાવવામાં આવ્યા હોવાનો વિધાર્થીનો આરોપ છે. કોલેજમાં વાઇવા દરમિયાન પોતાની જનરલ લઇ ન જતા અન્ય જનરલ સાથે વાઈવા આપતા પ્રિન્સીપાલ દ્વારા સજા આપવામાં આવી હતી. સમગ્ર મામલે 18 ડીસેમ્બરનાં રોજ કોલેજના પ્રિન્સિપાલ સામે એટ્રોસિટી એકટ મુજબ શહેરા પોલીસ મથકને ફરિયાદ નોધાઇ છે. પરિવારે પ્રિન્સીપાલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. વિધાર્થી મૂળ સંતરામપુરનો વતની છે અને હાલ પરિવાર સાથે લુણાવાડા રહે છે.
અમદાવાદ પોલીસે ક્યા રસ્તા પર વાહનો લઈ જવા પર પ્રતિબંધો લાદ્યા
સમગ્ર વિશ્વમાં આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષની ઉજવણીની શરુઆત થઈ ગઈ છે તો બીજી તરફ અમદાવાદીઓ પણ નવા વર્ષને આવકારવા થનગની રહ્યા છે. અમદાવાદમાં દર વર્ષે સીજી રોડ અને એસજી હાઈવે પર મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. જો કે આ વખતે અમદાવાદ પોલીસ દ્વારા કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, શહેરના પંચવટી સર્કલથી સ્ટેડિયમ પાંચ રસ્તા સુધીનો આખો સીજી રોડ 31મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રાખવાનો તંત્રએ નિર્ણય લીધો છે. જ્યારે રાતે 8 વાગ્યાથી એસજી હાઇવે પર પકવાન ચાર રસ્તાથી સાણંદ સર્કલ સુધી એસજી હાઇવે તેમજ સર્વિસ રોડ પર વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે. નોંધનિય છે કે આ બન્ને માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. જો વાહનો પાર્ક કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા પણ સર્જાવાની ભીતિ રહે છે તેથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત અમદાવાદ શહેરના નેહરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન સર્કલ સુધી પણ ખાનગી બસ પાર્ક કરી શકાશે નહીં.વર્ષ 2023ને આવકારવા માટે આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો એસજી હાઇવે પર સિંધુ ભવન રોડ તેમજ સીજી રોડ પર એકઠા થશે. મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતી હોય એને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કેટલાક રસ્તાઓ બંધ અને વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.