Chotaudepur: આદિવાસીઓ સાથે ખુલ્લી છેતરપિંડી! સરકારી દુકાનમાં ગ્રાહકોને ઓછો જથ્થો આપતા જોવાનો વિડિયો વાયરલ થતા ચકચાર
છોટાઉદેપુર; જિલ્લાના ભીલપુર ગામે સસ્તા અનાજની સરકારી દુકાનમાં ગ્રાહકોને ઓછો જથ્થો આપતા જોવાનો વિડિયો જાગૃત નાગરિકે વાયરલ કરતા આદિવાસીઓ સાથે છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે.
છોટાઉદેપુર; જિલ્લાના ભીલપુર ગામે સસ્તા અનાજની સરકારી દુકાનમાં ગ્રાહકોને ઓછો જથ્થો આપતા જોવાનો વિડિયો જાગૃત નાગરિકે વાયરલ કરતા આદિવાસીઓ સાથે છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે.
સરકારી અનાજની દુકાનમાં ઓછું અનાજ આપતા હોવાનો વિડિયો વાયરલ
છોટાઉદેપુર તાલુકાની ભીલપુર ગામે સરકારી અનાજની દુકાનમાં ઓછું અનાજ આપતા હોવાનો વિડિયો વાયરલ થયો છે. વિડીયોમાં સંચાલક ગ્રાહકોને એક બે કિલો ઓછું અનાજ આપી રહ્યો છે અને કાચી ચિઠ્ઠી બનાવીને આપી રહ્યો છે. ગ્રાહક સાથે વાતચીતમાં સંચાલક દિનેશ રાઠવા છોટાઉદેપુર ગોડાઉનમાંથી બોરીમાં ઓછું અનાજ આવતું હોવાનો દાવો કરે છે, જ્યારે વિડિયોમાં જ બોરીનું વજન કરતાં પૂરેપૂરો અનાજનું વજન આવે છે. વધુ સંચાલક "ગાંધીનગરની બોરી લાલ દોરી વાળી હોય અને છોટાઉદેપુરથી આવે તે પીળી હોય" અને એમાં 47-48 કિલો જ વજન નીકળે એટલે એ સેટ કરવું પડે એમ જણાવે છે.
ગામલોકોએ સંચાલક દ્વારા ઓછું અનાજ અપાતું હોવાનો આક્ષેપ લગાવ્યો
સમગ્ર મામલે એબીપી અસ્મિતાએ ગામની મુલાકાત કરી તો સસ્તા અનાજની દુકાનમાં કોઈ હાજર ના હતું તો બીજી તરફ ગામલોકોએ સંચાલક દ્વારા ઓછું અનાજ અપાતું હોવાનો આક્ષેપ લગાવ્યો. ગ્રામજનો મુજબ વર્ષોથી સંચાલક દ્વારા ઓછું અનાજ અપાય છે અને વધુ પૈસા લેવાય છે.
દિનેશભાઇ છોટાઉદેપુર ગોડાઉનમાંથી ઓછો જથ્થો આવતો હોવાનું કહે છે
વિડિયો વાયરલ કરનાર જાગૃત યુવાને જણાવ્યું કે અનેકવાર ફરિયાદો કરી પરંતુ કોઈ નિરાકરણ ના આવ્યું એટલે વિડિયો ઉતારી વાયરલ કર્યો જેમાં સ્પષ્ટ થાય છે કે સંચાલક લોકો સાથે છેતરપિંડી કરે છે અને જે નિયમાનુસાર લોકોને અનાજ આપવું જોઈએ તેના કરતાં ઓછું અનાજ આપે છે. તો બીજી તરફ સમગ્ર મામલે દુકાન સંચાલક દિનેશ રાઠવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ દિનેશભાઈ ન તો દુકાને હતા ના ઘરે ના તો પોતાનો ફોન રિસીવ કર્યો. વિડીયોમાં સંચાલક દિનેશભાઇ છોટાઉદેપુર ગોડાઉનમાંથી ઓછો જથ્થો આવતો હોવાનું કહે છે જે દવાને ગોડાઉન મેનેજર વાહિયાત જણાવે છે અને સંચાલક ખોટું બોલતો હોવાનું જણાવી રહ્યા છે. હાલમાં આ વીડિયોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું તંત્ર દ્વારા દુકાનદાર સામે કોઈ પગલા ભરવામાં આવશે કે પછી આદિવાસીઓને આમ જ છેતરવામાં આવતા રહે છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial